તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ઇડરમાં ઓટો કન્સલટન્ટના પાર્કિંગમાંથી ડાલાની ચોરી

ઇડર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ત્રણ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. - Divya Bhaskar
ત્રણ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.
  • ડાલાની ચોરી કરતાં 3 ચોર સીસીટીવીમાં કેદ

ઈડર ભિલોડા ત્રણ રસ્તા પર ઓટો કન્સલટન્ટના પાર્કિંગમાંથી ડાલાની ચોરી થઇ જતાં ત્રણ ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા. ઇડરના મોહમદ યુનુસ ગફુરભાઈ મનસુરી ઇડર-ભિલોડા ત્રણ રસ્તા પાસે જૈદ મોટર્સ નામે ઓટો કન્સલટન્ટનું કરે છે અને જૂની ગાડીઓનુું લે વેચ કરે છે. 20 મે ના રોજ ત્રણ વાગે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારે તેમની દુકાનના પાર્કિંગમાંથી ડાલુ નં. જી જે 02 ઝેડઝેડ 0180 રાત્રે 2 વાગે ત્રણ ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે દુકાન ખોલતાં ડાલું ન દેખાતાં સીસીટીવી ચેક કરતાં ડાલાની ચોરી કરતાં ત્રણ ચોર દેખાયા હતા. ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...