હુમલો:સુદ્રાસણા ચોકડીએ અમારું બાઇક કેમ ખેંચી ગયો હતો કહી મારમાર્યો

ઇડર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાની કંપનીમાં સીઝર તરીકે કામ કરતાં વલાસણાના યુવકને ઇડર-વલાસણા હાઇવે પર સુદ્રાસણા ચોકડી પાસે અમારું બાઇક કેમ ખેંચી ગયો હતો કહી 7 જણાંએ ભેગા મળી મારતાં જાદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

મહેસાણાની પી.આર.ચૌધરી કંપનીમાં સીઝર તરીકે કામ કરતાં વલાસણાના હેમેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડને રવિવારે માઢવા મહુડીના અશ્વિનસિંહ હાલુસિંહ ચૌહાણે ફોન કરી બાઈક માટે તમારું કામ છે તેમ કહેતા હેમેન્દ્રસિંહ હિંમતનગરથી બાઇક નં. જી.જે-02-એ.બી-0901 લઇને ઘરે જતા હતા. તે વખતે સાડા નવેક વાગે સુદ્રાસણા ચોકડી પર અશ્વિનસિંહ હાલુસિંઘ ચૌહાણ, દેવરાજસિંહ હાલુસિંહ ચૌહાણ, કિરણસિંહ નવલસિંહ ચૌહાણ, સિદ્ધરાજસિંહ કરણસિંહ ચૌહાણ અને માઢવાના બીજા ત્રણ શખ્સો મળી કુલ 7 જણાંએ હેમેન્દ્રસિંહને ઉભા રાખી અશ્વિનસિંહે કેમ તું અગાઉ મારી બાઈક ખેંચી ગયો હતો કહતા દરમિયાન હેમેન્દ્રસિંહનો ફોન તેમના ભાઈ વિરેન્દ્રસિંહ સાથે ચાલુ હોવાથી અપશબ્દો સંભળાતાં વિરેન્દ્રસિંહ અને કુલદીપસિંહ રાઠોડ ગાડી લઈ આવી પહોંચ્યા હતા. અશ્વિનસિંહને અપશબ્દો બોલવાની ના પાડતાં કરણસિંહે લાકડી જમણા હાથના કાંડાના ભાગે મારી હતી. વિરેન્દ્રસિંહ વચ્ચે પડતાં અશ્વિનસિંહે પાવડાના હાથો મોંઢાના ભાગે મારી દીધો હતો. તેમજ દેવરાજસિંહે કુલદીપ સિંહને માથાના ભાગે લાકડી મારી હતી. તથા બીજા ત્રણ શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો. બૂમાબૂમ થતાં ગાડી લઇ જઇ રહેલ જયપાલસિંહ અને વિરેન્દ્રસિંહે વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા. હેમેન્દ્રસિંહે સાત જણાં સામે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...