ફરિયાદ:ઇડરમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ

ઇડર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 વર્ષિય ગઠિયો સીસીટીવીમાં કેદ થઇ ગયો

ઇડરમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની તફડંચી કરી 20 વર્ષીય અજાણ્યો યુવક ફરાર થઇ જતાં મહિલાના પુત્રે ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યો ગઠિયો સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. ઇડરમાં અનાજ માર્કેટમાં અનાજની લે વેચ કરતાં વિશાલભાઈ જ્યંતીભાઈ દોશીના માતા રંજનબેન 17 ઓક્ટોબરે ઇડરમાં જૈન સમાજના કાર્યક્રમમાં જમવા માટે નીકળ્યા હતા.

તેમની પાછળ વિશાલભાઇના પત્ની અવનીબેન પણ ગયા હતા. ક્ષુદ્રજલ ભોજનશાળા બાજુએ જતા હતા. તે સમય દરમ્યાન કુંડવિસ્તારમાં રહેતા દિલીપભાઈ ફૂલચંદ દોશીના મકાન આગળ ની ગેલેરીમાં આશરે 20 વર્ષિય અજાણ્યો યુવક રંજનબેનને ધક્કો મારી ગળામાં પહેરેલ સોનાનો દોરો કિં. 80હજાર તોડી ફરાર થઇ ગયો હતો. દોરાની તફડંચી કરનાર ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ અંગે વિશાલભાઈએ ઇડર પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...