તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:રતનપુરનો યુવક બર્થ ડે ના ઓર્ડરમાં જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થયો

ઇડર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 26 જાન્યુઆરીએ મિત્રને દુકાન અને બાઇકની ચાવી આપી જતો રહ્યો
 • યુવક પશ્ચિમ બંગાળની ફેસબુક ફ્રેન્ડ સાથે વાતચીત કરતો હોવાથી ત્યાં ગયો હોવાનું યુવકની પત્નીએ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ઇડર તાલુકાના રતનપુર ગામનો શખ્સ 26 જાન્યુઆરીએ મિત્રને દુકાન અને બાઇકની ચાવી આપીને બર્થ ડે ના ઓર્ડરમાં જવાનુ કહીને ગયા બાદ પરત ન આવતાં ઇડર પોલીસ સ્ટેશનમાં પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ યુવક ગુમ થયો હતો ત્યારે તેમને દેવું થયું હોવાથી ગુમ થયાનું જણાવ્યું હતું. યુવક પશ્ચિમબંગાળની ફેસબુક ફ્રેન્ડ સાથે વાતચીત કરતો હોવાથી ત્યાં ગયો હોવાનું યુવકની પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે.

રતનપુર ગામના કિરણભાઇ પટેલ તા.26-01-21 ના રોજ સાંજે પાંચેક વાગ્યા બાદ તેમના મિત્ર સંકેતભાઇ સુથાર (રહે. સીટી લાઇટ હોટલ આગળ) ને બોલાવી બર્થ ડે ના ઓર્ડરમાં જવાનુ કહીને દુકાન અને બાઇકની ચાવી આપીને ગયા બાદ ઘેર પરત ન ફરતાં પત્નીએ સગા સબંધીઓ સહિત બધીજ જગ્યાએ શોધખોળ કરી હોવા છતાં મળી ન આવતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

​​​​​​​નોંધનીય છે કે કિરણભાઇ પટેલ અગાઉ પણ તા. 22-12-20 ના રોજ રતનપુર ગામથી ગુમ થયા હતા અને તા. 28-12-20 ના રોજ રાત્રે બારેક વાગ્યે ઘેર પરત આવ્યા હતા. ત્યારે તેમણે દેવુ થઇ ગયુ હોવાનુ કારણ જણાવ્યુ હતુ. કિરણભાઇ પશ્ચિમબંગાળની ફેસબુક ફ્રન્ડ સાથે વાતચીત કરતા હોવાથી ત્યાં ગયા હોવાનું તેમની પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો