કાર્યવાહી:ઇડરના ખાસ્કી ગામમાં રોડ ઉપરના દબાણો દૂર કરાયા

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 ફૂટના રોડ પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું

ઇડર ખાસ્કી ગ્રામ પંચાયત દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારના આદેશ અનુસાર ગામમાં કરાયેલ દબાણ પોલીસ બંદોબસ્ત સાથે હટાવવામાં આવ્યા હતા. ખાસ્કી ગ્રામ પંચાયત વિસ્તાર માં છેલ્લાં ત્રણ વર્ષથી ચેનવા બાબુભાઈએ ગામ પંચાયત નાં 14 ફૂટનાં રોડ પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું.

ગામ પંચાયતે લેખિતમાં ઈડર પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરી ખાતે અરજી આપી હતી લેખિત અરજી ને લઇ બંને પક્ષો ને સાંભળ્યા બાદ ત્રણ વર્ષ પછી ઈડર પ્રાંત અધિકારી અને મામલતદાર એ ચુકાદો આપતાં ચુકાદા અનુસાર ગ્રામપંચાયત સરપંચે ગામ માં રહેતા બાબુભાઈ ચેનવા દ્વારા કરાયેલ દબાણ ને દૂર કરવામાં આવ્યુ હતું.

ગ્રામ પંચાયત સરપંચ ડે.સરપંચ તલાટી સહિત પંચાયત સભ્યોની હાજરીમાં પોલીસ બંદોબસ્ત વરચે ગામના રોડ પર કરાયેલ ગેરકાયદેસર 14 ફૂટનું દબાણ દૂર કરી ગ્રામજનો અને ગામના ખેડૂતોને અવર જવર માટે ફાયદા રૂપ નવીન રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...