તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ઇડરમાં ક્રિષ્ના લેબના સંચાલકે મેડિકલ વેસ્ટને ખુલ્લામાં ફેંક્યો

ઈડર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વપરાયેલી અસંખ્ય સિરીંજો અને બ્લડ સેમ્પલ ફેંકી દીધા

ઇડરના દામોદર વિસ્તારમાં શનય કોમ્પલેક્ષમાં ક્રિષ્ના લેબોરેટરીના સંચાલક દ્વારા વપરાયેલી અસંખ્ય સીરીંજો અને બ્લડ સેમ્પલનો વેસ્ટ ખુલ્લામાં નિકાલ કરી ઢગ ખડકતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

મંગળવારે સવારે ક્રિષ્ના લેબોરેટરીની સામે અસંખ્ય સીરીંજો અને બ્લડ સેમ્પલ વાયલના ઢગ જોવા મળતાં ફફડાટ વ્યાપી જવાની સાથે હોબાળો મચી ગયો હતો જેને પગલે લેબોરેટરી સંચાલકે મેડિકલ વેસ્ટ ભરાવી દીધો હતો.

સમગ્ર ગંભીર મામલે ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી એ ઢાંક પિછોડો કરતા હોય તેમ તપાસ કરવાનું જણાવ્યું હતું. જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલે સમગ્ર મામલાની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપનાર હોવાનું જણાવ્યું હતું.

ઇડર જવાનપુરા તલાટી ધવલભાઈ પંડ્યાએ જણાવ્યું કે લેબોરેટરી આગળ પડેલ મેડિકલ વેસ્ટની જાણ થતાજ લેબોટરી સંચાલકોને જાણ કરતાં મેડિકલ વેસ્ટ ભરી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...