તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બાઇકે પાછળથી અન્ય બાઇકને ટક્કર મારતાં શખ્સ ઘાયલ થયો

ઇડર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના મણિયોર ગામ પાસે અકસ્માત

ઇડર તાલુકાના કેશરપુરાનો શખ્સ ઇડરથી બિયારણ લઇ પરત આવતી વખતે મણિયોર પાસે જતો હતો ત્યારે પાછળથી બાઇકને ટક્કર મારતાં ઘાયલ થયો હતો. આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે ગુનો નોંધાયો છે. કેશરપુરાના યાસીનભાઈ સાલેજી જીજે 09 સીજી 8979 નંબર વાળી બાઇક લઈ સવારે વાવણી કરવા ઇડર બિયારણ લેવા આવ્યા હતા. બિયારણ લઈ સાડા દસ વાગે ઘરે જવા ઇડર-વલાસણારોડ બાકઇ લઇ જતાં મણિયોરની સીમ પાસેપેટ્રોલ પમ્પ પાસે જીજે 09 સીએમ 5209 નં. બાઈક ચાલકે પાછળથી ટક્કર મારતાં યાસીન ભાઈ સાલેજીને ડાબા પગના ઢીંચણ પર ગંભીર ઈજાોઓ થઈ હતી. યાસીનભાઈના ગામના લોકોને જાણ થતાં ઇકો લઈ આવી ઇડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...