ફરિયાદ:ઇડરમાં ઓટો કન્સલ્ટન્ટના માલિક પાસેથી ઇકો લઇ શખ્સ ભાગી ગયો

ઇડર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ લોનમાં 3 હપ્તા ભર્યા પછી ગાડીની આરસીબુક અને ગાડી લઇ ભાગી ગયો, પરત માંગતાં ધમકી આપતાં ફરિયાદ નોંધાઇ

ઇડરમાં ભિલોડા ત્રણ રસ્તા પર આવેલ ઓટો કન્સલ્ટન્ટના માલિક પાસેથી ઇકો ચાલુ લોને ડાઉન પેમેન્ટ આપી વેચાતી રાખીને ત્રણ હપ્તા ભર્યા પછી પાડોશમાં રહેતા રાજસ્થાનનો શખ્સ ઓટો કન્સલ્ટન્ટના માલિક પાસેથી ગાડીની આરસી બુક લઈને રાજસ્થાન ઇકો લઈને ગયા પછી ઓટો કન્સલ્ટના માલિકે પેમન્ટ માંગતા ગાડી મારી પાસે નથી તમારાથી થાય તે કરી લો તેવું કહેતા ફરિયાદ નોંધાઈ છે.

ઇડરમાં જીનલ ઓટોકન્સલ્ટન્ટના માલિક હિંમતસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત ઇડર રેલવે સ્ટેશન પાસે પંડ્યા સોસાયટીમાં રહે છે. પાડોશમાં રહેતા રાજપુરોહિત સુમેરસિંહ રૂપસિંહ એકબીજાના પરિચયમાં હોવાથી હિંમતસિંહના ઘરે જઇ ગાડી લેવાની વાત કરતાં હિંમતસિંહે પોતાની ઓટો કન્સલ્ટન્ટમાં આવેલી ભિલોડાના પાલાના સુથાર નગીનભાઈ શિવાભાઈની ઇકો નં. જીજે 02 બીડી 6212 રાજપુરોહિત ને બતાવતાં ગાડી પસંદ આવતાં ગાડીની લોન ફાઈનાન્સમાં ચાલુ હતી. ચાલુ લોને સ્ટેમ્પ ઉપર લખાણ કરીને 43000/-ડાઉન પેમન્ટમાં લઈ ગયા હતા ઇકો ગાડી ના ત્રણ હપ્તા ભર્યા હતા.

બાદમાં બીજા હપ્તા ન ભરી અને હિંમતસિંહ પાસેથી રાજસ્થાન જવું છે તેમ કહી આરસી બુક લઈને રાજસ્થાનના આસોતર બર્મા મંદિરના સામે તા. બાલોતરા જિલ્લો બાડમેર રાજસ્થાન ખાતે જતા રહેતા ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...