તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઇડર નગરપાલિકાએ 57 એકમોને ફાયર સેફ્ટી મામલે નોટિસ ફટકારી

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવાનપુરામાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ ફાયર સેફ્ટી NOC વિનાની

રાજ્ય સરકારે ફાયર એનઓસી ફરજિયાત બનાવ્યા બાદ ઇડર પાલિકાને ગાંધીનગરની કચેરી દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે પરિપત્ર કરતાં પાલિકાએ 57 એકમોને નોટિસ ફટકારી છે. સરકારે શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલોમાં આગજનીની ઘટનાઓ બાદ ફાયર એનઓસી અને ફાયર ઓડિટ ફરજિયાત બનાવી ઇડર પાલિકાને ગાંધીનગરની અગ્નિનિવારણ કચેરી દ્વારા શહેરમાં અાવેલ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને કોમર્શીયલ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી અને એનઓસી લેવા માટે તજવીજ હાથ ધરવા કરાયેલ પરીપત્ર અનુસંધાને પાલિકાએ નોટિસો ફટકારી કાર્યવાહી હાથ ધરી છે.

જવાનપુરા પંચાયત વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ, સ્કૂલો, ટ્યુશન ક્લાસીસ આવેલ છે જ્યાં ફાયર સેફ્ટીની તકેદારી રાખવામા આવતી નથી. ફાયર સેફ્ટી મુદ્દે સરકારના નવા પરિપત્ર મુજબ શૈક્ષણિક સંસ્થાઓને 9 મીટર થી વધુ ઊંચાઈ હોય તો તેવી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફ્ટીનું સર્ટીફીકેટ ફાયર અધિકારી પાસેથી લેવાનું રહેશે અને જો 9 મીટર થી ઓછી ઊંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓએ પોતાની સંસ્થાઓ ફાયર સેફટી અંગેની તમામ વ્યવસ્થાઓ કરી સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે. ઇડર ફાયર સેફ્ટી ફાયર ઓફિસર કમલભાઈએ જણાવ્યું કે 12 સ્કૂલ, 22 હોસ્પિટલો 3 પેટ્રોલપંપ અને 20 કોમર્શિયલ બિલ્ડીંગો નોટિસો આપી હતી અને હાલમાં સર્વે ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...