અટકાયત:ઇડરમાં પૈસા ખૂટી પડ્યા છે કહી મદદ માગનારું દંપતી ઝડપાયું

ઇંડર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંબાજીથી દર્શન કરી પરત ફરતાં પૈસા ખૂટ્યાનું જણાવ્યુ હતું

ઇડરમાં બુધવાર સાંજે પૈસા ખૂટી પડ્યા છે કહી મદદ માંગનાર દંપતી ઝડપાઇ ગયું હતું. ઇડર ટાવર ચોકમાં બુધવારે સાંજે એક બાળકી અને દંપતી મળતાં જયપાલસિંહ પરમારે તેમની સાથે વાતચીત કરતાં મહારાષ્ટ્રના હોવાનું અને અંબાજી દર્શને જઇ પરત ફરવા દરમિયાન પૈસા ખૂટી ગયાનું જણાવતા તેમના મોટાભાઈ વિમલસિંહ પરમારને જાણ કરી હતી બંને ભાઈઓ પરિવારને લઇ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આધાર પુરાવાની ચકાસણી કર્યા બાદ મદદ કરવાનો નિર્ણય લઇ અન્ય મિત્રો અને કાઉન્સિલર જયદીપભાઇને બોલાવી ફાળો એકત્ર કરી હોટલમાં જમાડી ઈડર બસ સ્ટેન્ડ લઈ ગયા હતા.

અંબાજી-સુરત બસમાં રૂ.700 ની ટિકિટ કઢાવી બંનેને રૂ.1500 રોકડા આપી બસમાં બેસાડી કંડક્ટરની સાથે મોબાઈલ નંબરની આપ લે કરી ધ્યાન રાખવા અને સૂરતથી મહારાષ્ટ્રની બસમાં બેસાડવા જણાવ્યું હતું. કોઈને મદદ કરવાની વાતો વાગોળી રહ્યા હતા એટલામાં જ આ પરિવારે દરામલી ઉતરવાનો પ્રયાસ કર્યાનું કંડક્ટરે જણાવતા તમામ લોકો હિંમતનગર દોડી આવ્યા હતા અને દંપતીને પકડી પૈસા પરત મેળવી અન્ય લોકો સાથે ન કરવાની ચેતવણી આપી હતી. કંડક્ટર અને મદદકર્તાઓની સૂઝબૂઝથી ખોટી રીતે મદદ માંગી છેતરપિંડીનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...