તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇડર તાલુકાના કડીયાદરામાં શુક્રવારે રાત્રે મકાનમાંથી ખાટલામાંથી સૂઈ રહેલા હાલતમાં આધેડની લાશ મળતાં ચકચાર મચી જવા પામી છે. ઉધડ જમીન વાવવા બે એક વર્ષથી કડિયાદરામાં આવેલ શખ્સની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા હત્યા, આત્મહત્યા કે આકસ્મિક મોતની શંકા-કુશંકાઓ પેદા થઈ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત તા.12-02-21ના રોજ રાત્રે કડિયાદરા ગામના ભરતભાઈ હીરાભાઈ ભાવસારના મકાનમાંથી જયંતીભાઈ શંકરભાઈ પટેલની લાશ મળી હતી. મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદની વિગત અનુસાર રાત્રે સાડા નવેક વાગ્યે પ્રકાશભાઇએ તેમના ભાઈ અરવિંદભાઈ શંકરભાઈ પટેલને ફોન કરીને જાણ કરી હતી કે મોટાભાઈ જયંતીભાઈની ભરતભાઇના ઘેરથી લાશ મળી છે.
જેથી અરવિંદભાઈ કડિયાદરા પહોંચતા ખબર પડી હતી કે સવારે આઠેક વાગ્યે જયંતિભાઈ બાઈક લઈને ઘેરથી નીકળ્યા હતા અને સાંજે સાડા સાત વાગ્યા સુધી પરત ન આવતાં તેમના પત્ની ભીખીબેન રાત્રે સાડા આઠેક વાગ્યે પ્રકાશભાઈના ઘેર ગયા હતા અને બંને જણાએ શોધખોળ શરૂ કરતાં જયંતીભાઈનું બાઈક ભરતભાઈ ભાવસારના ઘર આગળ મળતાં અંદર જઈ તપાસ કરતાં જયંતીભાઈની ખાટલામાં સૂઈ રહેલી હાલતમાં લાશ મળી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.