કાર્યવાહી:બોર્ડ ઓફ નોમિનીઝમાં વધુ એક મુદત પડી: 15 સપ્ટેમ્બર સુધી સ્ટે લંબાવાયો

ઈડરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજકોમાસોલ દ્વારા સાબરકાંઠા જિલ્લાની 61 મંડળીઓનું સભ્યપદ રદ કરવાનો મામલો

ગુજકોમાસોલ દ્વારા સાબરકાંઠા જિલ્લાની 61 સેવા સહકારી મંડળીઓનું સભ્યપદ રદ કરવાને મામલે નોમિનીઝે 25 ઓગસ્ટ સુધી આપેલ મનાઇ હુકમને 15 સપ્ટેમ્બર સુધી લંબાવાયો છે અને આ મામલે વધુ એક મુદત પડી છે. સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે ગુજકોમોસોલના બોર્ડ ઓફ ડિરેકટરની તા. 3/06/20ના રોજ મળેલ મીટીંગમાં ઠરાવ કરી સા.કાં. ની 61 સેવા સહકારી મંડળીઓનું સભ્યપદ રદ કરી દીધુ હતું અને મંડળીના તમામ શેરની રકમ રૂ.100 લેખેનો ચેક મંડળીઓને મોકલી આપવામાં આવ્યો હતો.

ગુજકોમાસોલના જિલ્લાના ડિરેક્ટર મહેશ પટેલ સહીત બોર્ડ સામે ભારે નારજગી જોવા મળી હતી ઇડર દિવેલા સંઘ ખાતે અશોકભાઈએ તમામ મંડળીઓના સેકટરી ની મિટિંગ યોજી હતી અને સેક્રેટરીઓના વિરોધ બાદ ગુજકોમાસોલના ઠરાવ પર મનાઈ હુકમ મેળવવા દાદ માંગી હતી જેમાં બોર્ડ ઓફ નોમિનઝે ગુજકોમાસોલને 25 ઓગસ્ટ સુધીમાં જવાબ રજૂ કરવા તાકીદ કરી હતી જેમાં 28/08/2020ના દિવસે કામચલાઉ મનાઈ હુકમને 15 સપ્ટેમ્બર સુધી લંબાવી અમદાવાદ બોર્ડ ઓફ નોમિનીઝે ગેરહજરીના કિસ્સામાં એકતરફી હુકમ કરવાની તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...