તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ગાડીએ ટક્કર મારતાં વડાલીના મહોરના બાઇકચાલકનું મોત થયું

ઇડર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઘટનાસ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા. - Divya Bhaskar
ઘટનાસ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા.
 • ઇડરના ગંભીરપુરા રોડ પર અકસ્માત સર્જાયો

વડાલીના મહોરનો યુવક વડાલીમાં નોકરીએ બાઇક લઇ જતો હોઇ ઇડરના ગંભીરપુરા રોડ પર ટાટા 407ના ચાલકે પાછળથી ટક્કર મારતાં મોત થયું હતું.

મહોરનો રાહુલ બાબુજી કડવાજી ઠાકોર વડાલી કિસાન એગ્રોમાં નોકરી કરતો છે. વડાલીથી મહોર કિસાન એગ્રોના માલિક જુનેદભાઈ મેમણનું બાઇક નં. જી જે 09સી જી 9135 લઈ અપડાઉન કરતો હતો. 31 માર્ચની સાંજે 6.30કલાકે દુકાન થી નીકળ્યો હતો. ત્યારે દુકાનના માલિકે રાહુલને ફોન કરતાં બીજા કોઇ વ્યક્તિએ ઉપાડી અને કહ્યું કે જેનો ફોન છે તેમનો અકસ્માત થયો છે.

જેની જાણ જુનેદભાઇએ રાહુલના પરિવારને કરતા ગંભીરપુરાના મહુડા વિસ્તાર પાસે રોડની સાઈડ પર બાઈક લઈ ઉભો હતો ત્યારે ગાડી નં. જી જે 15 ઝેડ 7948 ચાલકે બાઈકને પાછળ થી ટક્કર મારતાં રાહુલને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. રાહુલને 108 દ્વારા ઇડર સિવિલમાં લઇ જવાતા રાહુલનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો