તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ઇડરના સાબલવાડના યુવકને વિશ્વાસમાં લઈ રૂ. 49970માં ઓનલાઇન છેતરી લીધો

ઇડર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ પર ઓરિજનલ ડોક્યુમેન્ટ મંગાવી લઇ છેતરપિંડી આચરી
  • મોબાઇલ ખરીદીના લોનના હપ્તા ભરાવી વિશ્વાસમાં લઇ છેતર્યો

ઇડરના સાબલવાડના યુવકે લોન લેવા જતાં ઓરિજનલ ડોક્યુમેન્ટ વોટ્સએપ પર મંગાવી લઇ ત્રણ મોબાઇલ ફાઇનાન્સમાંથી મંગાવી લોન કરાવી 49હજારની ઓનલાઇન છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાઇ છે. સાબલવાડના હિતેષભાઇ હીરાભાઈ પરમાર (30) 5 ડિસેમ્બરના રોજ લોનની જાહેરાત મળતાં લોન લેવા માટે કોન્ટેક્ટ કર્યો હતો. જેથી કિશન ભટ્ટ સાથે મોબાઈલ થી વાતચીત થઈ હતી. હિતેષને કિશન ભટ્ટે વિશ્વાસમાં લઈ ને તેની પાસે ઓરિજનલ ડોક્યુમેન્ટ ના ફોટા પાડી ને 17 ડિસેમ્બરના રોજ કિશન ભટ્ટ ના મોબાઈલ પર વોટસએપ કર્યા હતા. ત્યારબાદ ઓટીપી માંગી લીધા હતા.

કિશન ભટ્ટે હિતેષભાઇને કહ્યું કે બજાજ ફાઈન્સ માંથી વેરિફિકેશન કરે તો તમારી કહેવાનું કે મેં ફ્લીપ કાર્ડ પરથી ઓપ્પો,રેનો 2 એફના ત્રણ મોબાઈલ મંગાવ્યા છે બજાજ ફાઈન્સ નું વેરિફિકેશન થઈ ગયા પછી 27 ડિસેમ્બરે મોબાઈલ થી બજાજ ફાઈન્સ ની એપમાં જોતાં 18 ડિસેમ્બરે 49930/-લોન થઈ ગઈ હતી કિશન ભટ્ટ ને વાત કરતા ટેક્નીકલ એરર ની વાત કરી ને જેથી લોન ના પૈસા નહિ મળે.

કિશન ભટ્ટે લોન ના હપ્તા ભરવા ની વાત કરી હતી. 1 જાન્યુઆરીએ પહેલો હપ્તો 6006 કિશન ભટ્ટે એસ બી આઈ ના એકાઉન્ટમાં પૈસા મોકલ્યા હતા ત્યાર બાદ લોન નો બીજો હપ્તો ન ભરતા હિતેષભાઇ પરમારને કિશન ભટ્ટે વિશ્વાસમાં લઈ ને વોટ્સઅપ ડોક્યુમેન્ટ મેળવી ને 49970/-ની છેતરપિંડી કરતાં ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...