આત્મહત્યા:ઇડરના જોડકંપામાં જમીન ઉપજનો હિસાબ ન આપતાં શખ્સનો આપઘાત

ઇડર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન વાવવા ઉધડ રાખી હતી, હિસાબ ન આપતાં પગલું ભર્યું
  • મૃતકે​​​​​​​ લખેલી ડાયરીમાંથી હિસાબ અંગેની જાણ થતાં ફરિયાદ નોંધાઇ

ઇડરના જોડકંપામાં બે શખ્સોએ વાવવા જમીન ઉધડ રાખી હતી. પરંતુ એક શખ્સે થયેલ ઉપજનો પૈસાનો હિસાબ ન કરી બીજા શખ્સ સાથે છેતરપિંડી આચરતાં આત્મહત્યા કરતાં મૃતકના દીકરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઇડરના સૂર્યનગરકંપાના નીરવભાઈ ડાહ્યાભાઈ પટેલ અને સુકાભાઈ રાજાભાઈ ભગોરાએ જોડકંપાના મનજીભાઇ ઓજાતની જમીન ઉધડ વાવવા રાખી હતી. 29 ડિસેમ્બરે સુકાભાઈએ ઝાડ સાથે દોરડું બાંધી આત્મહત્યા કરતાં નિરવભાઈએ સુકાભાઈના દીકરા રાકેશભાઈને જાણ કરતાં તે ઇડર સિવિલમાં લઇ ગયા હતા.

પીએમ રૂમમાં સૂકાભાઈના પેન્ટના ખિસ્સામાંથી ચૂંટણી કાર્ડની ઝેરોક્ષમાં નિરવભાઈને ઉધડ રાખેલ જમીનની વાવણી કરવા ખર્ચા પેટે ઉછીના રૂપિયા લાવી ખેતીના કામ વખતે આપ્યા હતા અને ખેતીની ઉપજ થયા બાદ હિસાબ આપ્યો નથી અને તેમની સાથે છેતરપિંડી કરી છે તથા તેમના મામા અરવિંદભાઈએ હિસાબ ન આપી ને દગાબાજી કરીને ગેમ કરી છે તેવું લખેલું મળ્યું હતું. સુકાભાઈના ઘેરથી તેમના દીકરાને તપાસ કરવા દરમિયાન સુકાભાઇની ડાયરી મળી હતી જેમાં નીરવભાઈને આપેલ પૈસાની વિગત મળી હતી.

આત્મહત્યા કર્યાના દિવસે નિરવભાઈએ મૃતકના દીકરા રાકેશભાઈને ફોન કરી કહ્યું કે તારા પિતાજીને રેવાસ પાટીદારની દુકાન થી 13 હજારનો સિમેન્ટ અપાયો છે તે પૈસા ભરતા નથી સિમેન્ટવાળાએ ઉઘરાણી કરતાં મેં ખેતીના હિસાબમાંથી મારો ચેક આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...