તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સદાતપુરામાં સુએજ પ્લાન્ટનું વીજ કનેકશન અંડર ગ્રાઉન્ડ કરવા રજૂઆત

ઇડર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓવરહેડ લાઈનના લીધે ખેડૂતોને નુકસાન અને અકસ્માત થવાની શક્યતા

ઇડરના સદાતપુરાની સીમમાં નવીન બનેલા સૂએજ પ્લાન્ટમાં વીજ કનેક્શન માટે જી.ઈ.બી દ્વારા સૂએજ પ્લાન્ટ ચાલુ કરવા વીજ કનેકશન માટે વીજ થાંભલા નાખવા ની શરૂઆત કરાઇ હતી. જીઈબી દ્વારા ઇલેવન KV ની વીજ લાઈન ખેતરોમાંથી જાય છે. ઓવરહેડ લાઈનના લીધે ખેડૂતોને નુકસાન અને અકસ્માત થવાની શક્યતાઓ છે. જેથી સદાતપુરા ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરી કામ બંધ કરાયું હતું.

20 દિવસ પછી સદાતપુરામાં મામલતદાર એચ.બી. કોદરવી, ઇડર પાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, ઇડર પાલિકા પ્રમુખ જયસિંહ તવર, ઇડર તાલુકા પંચાયત અધિકારી પાણી પુરવઠા અધિકારી, રેલવે અધિકારી વગેરે તેમજ સદાતપુરાના ખેડૂતો હાજર રહી સમસ્યાનો નિવેડો લાવવા બેઠક કરી હતીજેમાં ખેડૂતો દ્વારા મામલતદારને ઇલેવન KV ની વીજ લાઈનને સૂએજ પ્લાન્ટ જતાં રસ્તાના મધ્ય ભાગમાં થઈ અંડર ગ્રાઉન્ડ લાઈન લઈ જવી તેમજ ઓવર હેડ વીજ લાઈનને લઈ જવાનો ઉગ્ર વિરોધ સાથે લેખિત રજૂઆત કરી હતી.

ઇડર મામલતદાર એચ કોદરવી જણાવ્યું કે ખેડૂતો દ્વારા અપાયેલ લેખિત રજૂઆત ઉપરી અધિકારીને મોકલીશું. ઉપરના અધિકારી જે નિર્ણય લેશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...