તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હવે બોલો.. દૂધ સાથે દારૂનો વેપાર,ઇડરના જીંજવામાં તબેલામાંથી વિદેશી દારૂ પકડાયો

ઇડર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઇડરના મુડેટી પાટિયા પાસેથી પણ દારૂ સાથે બાઇકચાલક પકડાયો
 • ઇડર પોલીસે બાતમી આધારે રેડ કરી તબેલામાં ઘાસચારામાં સંતાડેલો 4140ના વિદેશી દારૂ સાથે બુટલેગરને પણ દબોચ્યો

મુડેટી પોલીસે ઇડર તાલુકાના મુડેટી પાટિયા પાસેથી રાજસ્થાની આવતં બાઇકચાલકને દારૂ સાથે પકડી લીધો હતો. જ્યારે અન્ય કિસ્સામાં તાલુકાના જીંજવામાં ભેંસોના તબેલામાં ઘાસચારાની અંદર સંતાડેલા દારૂ સાથે બુટલેગરને હતો. પોલીસે બંને જગ્યોએથી 46200નો વિદેશી દારૂ પકડી કાર્યવાહી કરી હતી.

જીંજવામાં રહેતા પ્રતાપસિંહ માનસિંહ સીસોદીયા પોતાના ભેંસોના તબેલામાં દારૂ વેચે છે ની બાતમી આધારે પોલીસે રેડ કરતાં તબેલામાં પડેલ સૂકા ઘાસચારાની અંદરથી 4 બોટલ કિં.4140/- જપ્ત કરી પ્રતાપસિંહ વિરુદ્ધ પ્રોહીબિશન મુજબ ગુનો નોધ્યો હતો. ત્યારે બીજી બાજુ મુડેટી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન બાજુથી આવતી બાઇક નં. જી જે 09સી ઈ 38 ના ચાલકને બાઈક ઉભી રાખીને નામ પૂછતાં અજીત વિનોદ લક્ષ્મણભાઈ આસોડા રહે પાટિયા વલીસા દારૂની 24 બોટલ કિં 17280 અને બાઈક કિં. 25000/-કુલ 42280ના મુદ્દા માલ સાથે ઝડપ્યો હતો. પોલીસે બંને જગ્યાએથી બુટલેગરોને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો