કાર્યવાહી:ઇડરના રેવાસમાં પીકઅડાલાની ટક્કરે બહેનનું મોત, ભાઇ ઘાયલ

ઇડર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં કૂવા પર રહેતા ભાઇ-બહેન ચાલતા જતા હતા
  • પોલીસે ડાલુ કબજે લઇ ડાલાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી

ઇડરના રેવાસમાં ખેડૂતના કૂવા ઉપર રહેતા પરિવારના ભાઇ-બહેન ચાલતા જતા હતા. ત્યારે ડાલાએ પાછળથી ટક્કર મારતાં ભાઇ-બહેનને સારવાર માટે ઇડર બાદ હિંમતનગર લઇ જવાયા હતા. જ્યાં યુવતીને વધુ ઇજાઓ થતાં તેણીને અમદાવાદ સિવિલ લઇ જવાઇ હતી. જ્યાં યુવતીનું શુક્રવારે મોત થતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે પોલીસે ડાલા ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ડાલુ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બે દિવસ અગાઉ રેવાસમાં કૂવા પર રહેતા વિઠ્ઠલભાઈની દીકરી કિંજલ (19) અને દીકરો અજયભાઇ (16) કૂવા પર તમાકુ રોપવા ગયા હતા. તમાકુ રોપી અજય અને કિંજલ તેના માતા પિતા થી થોડાક આગળ ચાલતા જતા હતા. તે દરમિયાન કાનપુર બાજુથી જીજે 09 એયુ 1265 ના ડાલાના ચાલકે ભાઈ અને બહેનને ટક્કર મારી હતી. 108 દ્વારા બંને ભાઈ-બહેનને ઇડર સિવિલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા.

વધુ સારવાર અર્થે બંનેને હિંમતનગર સિવિલમાં લઈ જવાયા હતા. જેમાં કિંજલને ગંભીર ઇજાઓ થતાં અમદાવાદ સિવિલ રિફર કરાઇ હતી. જ્યાં શુક્રવારે 4 વાગે કિંજલનું મોત થયું હતું. ઇડર પોલીસે પીકઅપ ડાલુ કબજે લઈ ડાલાના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાથી ગામમાં ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...