ફરિયાદ:તારે અફેર છે કહી પતિએ પત્નીને માથામાં ઇંટ મારી

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડરની પરિણીતાની પતિ સહિત 4 સામે ફરિયાદ

ઇડરના નાયકનગરની પરિણીતાના પતિએ તારે બીજા સાથે અફેર છે, મારે તને રાખવી નથી કહી ઝઘડો કરી માથામાં ઇંટ મારતાં પરિણીતાએ ઇડર પોલીસમાં પતિ સાસુ સસરા સહિત 4 સામે ફરિયાદ નોંધાવી છે. ઈડરના નાયકનગરમાં રહેતા વિનોદભાઈ સંજયભાઇ વાઘેલા સાથે માયાબેન ના લગ્ન 25 વર્ષ અગાઉ થયા હતા. સાસરિયાંઓ ઘરના કામકાજ અંગે વાંક ગુનો કાઢી માયાબેનના સાસુ શકરીબેન, સસરા સંજયભાઈ અને નણંદ શર્મીલાબેન અપશબ્દો બોલી અપમાનિત કરી ત્રાસ આપતા હતા.

જ્યારે વિનોદભાઈ વહેમ રાખી તારે કોઈ બીજા જોડે અફેર છે તેમ કહી ને 17 ડિસેમ્બર બપોરે માયાબેન માથામાં ઈંટ મારી હતી. બાજુમાંથી જયેશભાઇની પત્ની સરોજબેન રાવળ, મંજુબેન અને અન્ય દોડી આવી વધુ મારમાંથી બચાવ્યા હતા. માયાબેનને વિનોદભાઈએ મારી નાખવાની ધમકી આપતાં માયાબેને પોલીસમાં પતિ વિનોદભાઈ, સંજયભાઈ નાથાભાઈ વાઘેલા, શકરીબેન અને નણંદ શર્મિલાબેન સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...