હિંમતનગરના પુનાસણના મહિલા પશુપક્ષીઓની સેવા કરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માનવસેવા એ જ પ્રભુસેવાની સુવાસ ફેલાવી રહ્યાં છે.
પુનાસણના ઇન્દુબેન એસ. પ્રજાપતિને પરોપકાર, શિક્ષણ, સેવા, કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા જેવા ગુણો માતા-પિતા તરફથી વારસામાં મળ્યા છે. તેમણે માનવસેવા એ જ પ્રભુસેવા હોવાનો પોતાનો જીવનમંત્રને ગણી અબોલ પશુપક્ષીઓની સેવા કરવા માટે એક મહાઅભિયાન વિહંગનો વિસામો શરૂ કર્યું છે.
આ અભિયાન છેલ્લાં પાંચ વર્ષથી અવિરતપણે ચાલ્યા બાદ હવે છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યુ છે. અભિયાન અંતર્ગત આસપાસના શ્વાન અને કપિરાજ માટે રોટલો અને લાડુની વ્યવસ્થા કરાય છે. પશુપક્ષીઓ માટે ઉનાળામાં પાણી, ચોમાસામાં ચણ, શિયાળામાં હૂંફાળો માળો વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈને શ્રાવણ સુખધામ પંચવટી સંસ્થા માટીના કુંડા, માટીના માળા અને ચણનું વિતરણ કરીને પશુપક્ષીઓની સેવા અને પ્રકૃતિના જતન માટે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે.
અરવલ્લી જિલ્લા મહિલા મોરચાની મહિલાઓનું આજે કચ્છમાં સન્માન કરાશે
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાનું અને સંતોનું ભવ્ય સંમેલન આજે કચ્છમાં આયોજન કરાતાં અરવલ્લીના સંતો સાથે ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી જયશ્રીબેન દેસાઈ અને નીલાબેન મડિયા મહિલા મોરચાની ટીમ કચ્છ જવા સંતોને જિલ્લા કાર્યાલયથી ટીમ સાથે પ્રસ્થાન કરાયુ હતું. જ્યાં તેમનું સન્માન કરાશે. મહિલા મોરચાના પ્રમુખ નેહાબેન પટેલ હાજર હતા.
ઇડર તાલુકાના શિક્ષિકા "નારી ગૌરવ રત્ન એવોર્ડ 2022' થી સન્માનિત
ઇડર તાલુકાના વતની અને શ્રેષ્ઠ શિક્ષિકાએ સાહિત્ય શિક્ષણની સાથે-સાથે સમાજસેવા કરીને વિવિધ એવોર્ડ પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું છે તેમને આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે "નારી ગૌરવ રત્ન એવોર્ડ 2022' થી સન્માનિત કરાશે.
ઇડરના બોલુન્દ્રા (સોનગરા)ના દીકરીબા અને ગાંઠિયોલના મૂળ વતની તથા વડોદરાના શ્રેષ્ઠ શિક્ષિકા નેહા સોનગરા જેતાવતે સાહિત્ય શિક્ષણની સાથે નવતર પ્રયોગ, સમાજસેવા અને વ્યક્તિગત સિદ્ધીઓ દ્વારા વિવિધ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. તેમણે સ્વયં સશક્ત બની ગ્રામ્ય મહિલાઓના ઉત્કર્ષ માટે જે સેવા- પ્રવૃત્તિઓ કરી છે અને કન્યા કેળવણી માટે અપનાવેલ નવતર પ્રયોગોને ધ્યાનમાં રાખી તેમને વિવિધ સંસ્થા દ્વારા સન્માનિત કરાયા છે.
ઉપરાંત મહિલા દિન નિમિત્તે તેમને અન્નપૂર્ણા ફાઉન્ડેશન દ્વારા "અન્નપૂર્ણા નારી ગૌરવ રત્ન એવોર્ડ-2022 ' એનાયત કરાયો છે તથા સ્નેહ ફાઉન્ડેશન દ્વારા પણ તેમને પણ "સ્નેહ ધ પાવર વુમન એવોર્ડ' થી સન્માનિત કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.