છેતરપિંડી:પ્રતાપપુરાના યુવકને ચાલુ લોનમાં ગાડી વેચી બેન્કમાંથી લોન ટોપ અપ કરાવી છેતરતાં મહિલા સામે ગુનો નોંધાયો

ઇડર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોનના હપ્તા ન ભરતાં સિઝરોએ ગાડીને સીઝ કરતાં યુવકને છેતરાયાની જાણ થઇ

ઇડરના પ્રતાપપુરાના યુવકે ઇડર શ્રી નગર વિસ્તારમાં રહેતી મહિલા પાસેથી બેન્ક ની ચાલુ લોને ઇકો વેચાણ કરાર ખત કરી 1,50,000માં રાખી હતી. બેન્કમાં ગાડીની લોન ઉપર 1,00,000/- ટોપ અપ લોન કેરી બીજી લોન કરી લોનના હપ્તા ન ભરતાં બેન્કના સિઝરોએ ગાડીને સીઝ કરતાં પ્રતાપપુરાના યુવકે શ્રી નગરમાં રહેતી મહિલા સામે ઇડર પોલીસમા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પ્રતાપપુરાના યોગેશભાઈ પ્રવિણભાઈ કચરાભાઈ નાઈ (24) વીમા કંપનીમાં કામ કર છે. વર્ષ 2017 માં યોગેશને ઇકો લેવાની વાત યોગેશના ફોઇના દીકરા અંકુર મુકેશભાઈ નાઈને કરતાં અંકુરે શ્રીનગરમાં રહેતા ગીતાબેન ખેમરાજભાઈ ગઢવીને પૈસા ની જરૂર હોવાથી નવી લાવેલી ઇકો નં. જીજે 09 બીઈ 3349 વેચવાની છે તેવું કહેતાં યોગેશ અને અંકુર ગીતાબેન પાસે જતાં મહિલાના ઓળખીતા પંકજસિંહ ઝાલાએ ઇકોનું ડાઉન પેમેન્ટ ગીતાબેને ભર્યું હતું.

તેમાંથી 50,000 આપ્યા હતા અને થોડાક દિવસ પછી 1,00,000 આપ્યા હતા અને એચડીએફસી બેન્કમાં લોન બાકી નીકળતા 7380/-ના 55 હપ્તા ભરવાના બાકી હતા. જેનો યોગેશભાઈના નામે કરી આપવાનો બાંહેધરી કરાર સ્ટેમ્પ ગીતાબેને કરી આપ્યો હતો. ત. 28-11-2019માં યોગેશભાઈ એચડીએફસી બેન્ક લોન પેડ અપ કરવા ગીતાબેનને બેન્કમાં બોલાવ્યા હતા ત્યારે બેન્કમાં ન આવતા યોગેશે ઘરે જઈ પૂછતાં ગીતાબેન કહ્યું કે 1,00,000/ બેન્ક માંથી લોન ટોપ અપ કરી છે. જેથી દિવાળી પર હપ્તા ભરી દઇશું નું કહ્યું હતું.

ગાડીના લોન હપ્તા બાકી હોઇ બેન્કના સીઝરો ગાડીને સીઝ કરી લઈ ગયા હતા. ગીતાબેનને ફોન કરતાં ન ઉપાડતાં ગાડી નામે ન કરી આપતાં તેમજ ગાડી ઉપર વધારાની 1,00,000/- લોન કરી છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...