ઇડર વલાસણા હાઈવે રોડ પર આવેલ ગણેશવિલા સોસાયટી આગળ ઝૂંપડીમાં રહેતાં અને દાહોદ જિલ્લામાંથી મજૂરી કામ અર્થે ઇડર આવેલા મજૂરની ઝૂંપડીમાંથી લાશ મળતા ઇડર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઇડર શહેરમા આવેલ ગણેશવિલા સોસાયટીની આગળનાં ભાગે ઝૂંપડીમાં રહેતાં અને મજૂરી કામ કરતાં 48 વર્ષીય નારસિંગભાઈ ભૂરસિંગભાઈ કમોળની આંખ ફૂટેલી હાલતમાં ઝૂંપડીમાંથી લાશ મળતાં મજૂરોએ પોલીસ મથકે જાણ કરી હતી. ઇડર પોલીસે લાશને પી.એમ અર્થે ઇડર સિવિલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતકની પત્ની સીતાબેન 12 ફેબ્રુઆરીના વહેલી સવારે ગાય લાવવા માટે 35 હજાર સંદેલી ગામથી લીધી હતી લોનનો હપ્તો ભરવા માસીના દીકરા દિનેશભાઇ ભુરસીંગ સગાડા પાસેથી 4 હજાર લઈને મરગાવા ગામે ગયા હતા. સાંજના દિનેશભાઇએ સીતાબેનને ફોન કરી કહ્યું કે નારસિંગભાઈ ઘરે આવેલ નથી. થોડીવાર પછી સીતાબેને દિનેશભાઇનો ફોન કરતાં બંધ આવતો હતો.
બીજા દિવસે 8 વાગે રાજુભાઈને ફોન કરતાં રાજુભાઈ કહ્યું હતું કે નારસિંગભાઈ આવી ગયા છે અને કામે જવા ના નથી. દિનેશભાઇએ સીતાબેનને ફોન કરી કહ્યું કે નારસિંગભાઈને આંખ ઉપર વાગેલ છે અને મોત થયું છે. સીતાબેન ગામડે સગા સબંધી સાથે ઇડર આવી પહોંચ્યા હતા. કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે આખો ફોડી નાંખી હત્યા કરાઈ હોવાની મૃતકના પત્ની સીતાબેને ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.