તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યાજખોરોનો ત્રાસ:ઇડરમાં અજંતા માર્બલ ફેક્ટરીના માલિકનો 12 વ્યાજખોરોના ત્રાસે દવા પી આત્મહત્યાનો પ્રયાસ

ઇડર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેક્ટરીના ટર્ન ઓવર માટે જુદા જુદા ફાયનાન્સરો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા
  • 12 વ્યાજખોરો અને 5 અન્ય પાસેથી રૂપિયા લેવા નીકળતા હતા તેમની સામે ફરિયાદ નોંધાઇ

ઈડર-હિંમતનગર હાઈવે પર આવેલ અજંતા માર્બલ ફેક્ટરીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી તેમજ ફેક્ટરીમાંથી બાકીમાં માલ લઇ જનાર અને ઉછીના રૂપિયા પરત ન આવતાં સંકડામણ ઉભી થતાં ઝેરી દવા ગટગટાવતાં સારવારને અંતે ઇડર પોલીસમાં 17 સામે ફરિયાદ નોંધાવી હતી.

ઇડર વલાસણા રોડ પર શ્રીજી બંગ્લોઝમાં રહેતા આશિષભાઇ કુંજબિહારી સાપાવાડાની સીમમાં અજંતા માર્બલની ફેક્ટરી ધરાવે છે. બાકીમાં આપેલ માર્બલ કોટાસ્ટોનના ઉઘરાણીના નાણાં ન આવતા ફેક્ટરીના ટર્ન ઓવર માટે જુદા જુદા ફાયનાન્સમાંથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા. ફેક્ટરીના માલિકે વ્યાજે લીધેલા નાણાંની ઉઘરાણી કરવા વ્યાજખોરો વારંવાર આશિષભાઇના ઘેર આવીને તેમજ ટેલિફોનથી અને મારા પૈસા આપી દો નહીંતર મિલકત નામે કરી દો કહી ધમકીઓ આપતાં હતા.

તેમજ કેટલાક શખ્સોએ અજંતા ફેક્ટરીમાંથી હાથ ઉછીના પૈસા તેમજ ગ્રેનાઈટ કોટાસ્ટોન ટાઈલ્સ વગેરે ઉધારીમાં લઈ જઈને માલ કે હાથ ઉછીના પૈસા પાછા ન આપી છેતરપિંડી કરી કરી હતી. દરમિયાનમાં વ્યાજખોરોનો માનસિક ત્રાસ વધતાં 15 જૂન મંગળવારે સાંજે 7.15 કલાકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા.આક્ષેપિતો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

વ્યાજખોરોના નામ
1. નારાયણસિંહ અતિવલસિંહ રાજપૂત (રહે. અંબાજી દુર્ગેશ્વરી માર્બલ)
2. જસવંતસિંહ ઉર્ફે પપ્પુ વ્યાજે લીધેલ રકમ. રૂ. 31 લાખ માર્બલ મળી કુલ 35 લાખ
રૂ. 30 લાખ વ્યાજ ચૂકવ્યુ, 45 લાખ બાકી કાઢ્યા
3. સુનિલકુમાર એચ. જૈન (ઇસનપુર અમદાવાદ)
ત્રણ વર્ષ પહેલા રૂ. 18 લાખ લીધા હતા રૂ.44 લાખ વ્યાજ ચૂકવ્યું
4. અજીતસિંહ (ગામ અંકાલા) બસ ડ્રાઇવર પાસેથી 4 લાખ લીધા હતા રૂ. 4.15 લાખ ચૂકવ્યા રૂ. 1 લાખ મૂડી પેટે જમા લીધા
5. ભવરલાલ રસોઈયા વડાલી પાસેથી આશિષભાઈ એ રૂ. 6 લાખ લીધા હતા ફેક્ટરીમાંથી માલ લઇ ગયા, રૂ. 4 લાખ વ્યાજ ચૂકવ્યુ.
6. મુકેશભાઈ પટેલ જાદર લક્ષ્મી ફાયનાન્સમાંથી 2 લાખ લીધા હતા જેનું વ્યાજ 2 લાખ આપ્યું
7. ઇડર સંદિપભાઈ પાસેથી લીધેલી રકમમાંથી બાકી નીકળતા 60 હજાર રૂપિયા માટે ધમકીઓ આપતા હતા.
8. ગોપાલજી સોમાણી ભીલવાડા રાજસ્થાને રૂ. 35 લાખ બાકી હોવાનું લખાણ કરાવી લીધુ રૂ. 22 લાખ વ્યાજ ચૂકવ્યુ હતું.
9. હરિઓમ ફાયનાન્સના હિતેન્દ્રભાઈને 6 લાખની સામે રૂ. 3 લાખ વ્યાજ ચૂકવ્યુ.
5. 90 લાખનો માલ સામાન લઇ ગયા હતા. 1.26 લાખનો ગ્રેનાઈટ આપેલો હતો છતા 12 લાખ બાકી કાઢ્યા.
10. યોગેશભાઈ પટેલ (પાલનપુર) પાસે થી 18 લાખ લીધા હતા જેનું 7 લાખ વ્યાજ ચૂકવ્યું
11. સુંદરમ ફાયનાન્સ ઇડરમાંથી 6 લાખ રૂપિયા વ્યાજે પત્નીના નામે લીધેલા હતા જેનું દર મહિને 18000 વ્યાજ ચુક્વયું
12. હસમુખભાઈ સનાસને (ટિનુભાઈ ) પાસે થી વ્યાજ લીધે રકમનું અંદાજે 1 લાખ વ્યાજ ચુકવેલ

ફેક્ટરીમાંથી માલ અને ઉછીના પૈસા લઇ જનાર
1. કલ્પેશભાઈ રામચંદ્ર પટેલ (રહે. ઈડર) લીધેલ રકમ 11 લાખ
2. કિરણ રામચંદ્ર પટેલે 13 લાખ લીધા હતા
3. હોટલ મા નો વિસામો ના સંચાલકે રૂ. 5.62 લાખ લીધા હતા.
4. વિક્રમસિંહ રમલાવત (રહે. નાના કોટડા) એ રૂ. 21 લાખ લીધા હતા.
5. મનહરભાઈ રેવાભાઈ પટેલ (નેત્રામલી) આશિષ ભાઈની બાજુમાં જગ્યા વેચાણ આપીને તેનું વ્યાજ ભરવાની નોબત આવતા આશિષભાઈને આર્થિક નુકસાન પહોચાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...