તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફફડાટ:ઇડરના ગંભીપુરાઘાટી રોડ પર અને મુડેટી પાટિયે દીપડો દેખાતાં ફફડાટ

ઇડર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સત્વરે બંને જગ્યાએ દેખાયેલા દીપડાને પાંજરે પૂરવા લોકમાંગ

ઇડરના મુડેટી પાટિયા પાસે ગોકુલ હોટલ સામે રવિવાર સાંજે ડુંગર પર દીપડો દેખાતાં ખેડૂતો દ્વારા સરપંચ જયંતીભાઈને જાણ કરાઇ હતી. જેના કારણે રોડ પર ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ રેવાસ સરપંચને જાણ કરતા સરપંચે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ઇડરના ગંભીરપુરા ઘાટી રોડ પાસે ફોરેસ્ટ ઓફિસની સામે દીપડો દેખાતા ટોળા ઉમટી પડ્યા હતા. ઘાટી રોડ પાસે દીપડો આવ્યાની જાણ ફોરેસ્ટ વિભાગ નથી. જ્યારે મુડેટી પાસે વનકર્મી દ્વારા સ્થળ તપાસ કરી હતી હાલમાં ઈડર આરએફઓ ગોપાલભાઈની પત્નીને કોરોના થતાં ગોપાલભાઈ હોમક્વોરન્ટાઇન થયા છે અને સ્ટાફના બીજા બે વન કર્મચારીને પણ કોરોના થયો છે.

ઇડર આરએફઓ ગોપાલભાઈએ જણાવ્યું કે ઇડરમાં દીપડો આવ્યો છે તેની કોઈ ખબર નથી પણ ઇડરના મુડેટી પાટિયા પાસે આવેલ ગોકુલ હોટલ સામે દીપડો દેખાયાના સમાચાર મળતા સ્ટાફે સ્થળની તપાસ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો