તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઇડરની લાઇફલાઇન હોસ્પિટલમાં મંજૂરી વગરનું બાંધકામ 7 દિવસમાં દુર કરવા નોટીસ

ઇડર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઇડરની લાઈફ લાઈન હોસ્પિટલના સંચાલકોએ પ્લાન વિરુધ્ધ બાંધકામ કર્યું હોવા અંગે થયેલ અરજી અનુસંધાને પાલિકાએ લાઈફ લાઈન હોસ્પિટલને મંજૂરી વિરુદ્ધનું બાંધકામ 7 દિવસમાં દૂર કરવા 29/12/20ના રોજ નોટીસ આપી છે.

ઇડર નાયકનગર વિસ્તારમાં આવેલ લાઈફ લાઈન હોસ્પિટલના સંચાલકો દ્વારા સીટી સર્વે નંબર 5289ની જમીનમાં બાંધકામ માટે ઇડર પાલિકામાં મંજૂરી માગ્યા બાદ ટાઉનપ્લાનીંગ સમિતિ દ્વારા તા.24/12/2013 ના ઠરાવ નંબર 4(4) થી બાંધકામની મજૂરી આપી હતી. જેમાં સંચાલકો દ્વારા પ્લાન વિરુધ્ધ બાંધકામ કરાયુ હોવા અંગે અરજી થયા બાદ તા. 21/03/20 ઇડર મામલતદાર અને સીટી સર્વે કચેરી ઇડર પાલિકાની સંયુક્ત ટીમ દ્વારા તપાસમાં મંજૂરી વિરુદ્ધનું બાંધકામ કર્યું હોવાનું જણાતા નોટીસ આપી 7 દિવસમાં મંજૂરી વિરુદ્ધનું બાંધકામ દૂર કરવા તાકીદ કરી છે.

આ અંગે હોસ્પિટલના ર્ડા. જે.એમ.પટેલે જણાવ્યું કે નોટીસ મળી છે અને રીવાઇઝ પ્લાનની સંભાવનાઓ ચકાસી બાંધકામ દૂર કરવાની જરૂર પડશે તો તે પણ દૂર કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો