ચીમકી:ઇડર પાંજરાપોળમાં 116થી વધુ પશુના મોતનો પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના પ્રતિનિધિનો દાવો

ઇડર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાના કર્મીઓએ ઘાસના ઢગલાંને સમય રહેતાં છૂટો ન પાડતાં ઝેરી બન્યાનો આક્ષેપ ટ્રસ્ટી મંડળ દોષિતોને બહાર નહીં લાવે તો આમરણાંત ઉપવાસની ચીમકી

ઇડર પાંજરાપોળમાં સાગમટે ગૌવંશનું મોત નિપજવા મામલે સંસ્થા, સરકાર અને એનજીઓના પ્રતિનિધિ દ્વારા જાહેર કરાઈ રહેલ આંકડા મેળ ખાતા નથી. શનિવારે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના પ્રતિનિધિ દ્વારા 160 પશુના મોતનો દાવો કરવા સહિત લીલા ઘાસનો ઢગલો લાંબા સમય સુધી રહેતાં તેમાં બફારાને કારણે ઝેરી રસાયણ પેદા થવાથી એક સાથે આટલા પશુના મોત થયાનું જણાવાઈ રહ્યું છે.

હિંમતનગર પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સબ ઇન્સ્પેક્ટર રાજુભાઈ ચૌધરીએ તિવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે બેદરકારીને કારણે આ કમનસીબ ઘટના બની છે 160 પશુઓના મોત નિપજ્યા છે અને આંકડો છુપાવી રહ્યા છે. ટ્રસ્ટીઓ મહિનામાં એકાદ વખત મુલાકાત લેતા હોવાથી કર્મચારીઓને છૂટો દોર મળી ગયો છે.

ઘટનાના આગલા દિવસે મોડી રાત્રે ઘાસ આવ્યું હોઈ શકે છે અને ઢગલો લાંબો સમય પડ્યો રહેતા બફારાને કારણે રાસાયણિક પ્રક્રિયા થવાથી ઘાસ ઝેરી બની જવાને કારણે પશુઓના મોતની સંભાવના છે. ટ્રસ્ટ દ્વારા તપાસ કરી દોષિતોને સજા નહીં કરાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.સંચાલકો દ્વારા ઘાસની લેબોરેટરી કરાવવા ત્રણ દિવસ બાદ સેમ્પલ લેવાયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

છેલ્લા 3 માસમાં પશુઓના મોતનો આંકડો ભયાવહ

ડિસેમ્બર-21
પશુઓ1500
આવક851
કુલ2351
મૃત્યુ492
જાન્યુઆરી-22
પશુઓ1856
આવક320
કુલ2170
મૃત્યુ498
ફેબ્રુઆરી-22
પશુઓ1681
આવક256
કુલ1937
મૃત્યુ319
માર્ચ-22
પશુઓ1618
આવક54
કુલ1672
મૃત્યુ173
અન્ય સમાચારો પણ છે...