વરણી:વિકાસ પેનલથી જીતેલા જે.ટી ચૌહાણ પરિવર્તન અને સૂરજ પેનલનો ટેકો લઈ ચેરમેન બની ગયા

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈડર નાગરિક સહકારી બેંકની ચેરમેનની વરણીમાં રાજકારણ ગરમાયું

ઇડર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં પરિવર્તન પેનલના 5 ઉમેદવાર અને વિકાસ પેનલના 7 ઉમેદવાર અને બેન્ક બચાવો પેનલના 1 ઉમેદવાર વિજયી થયા હતા. નાગરિક સહકારી બેંકમાં ચેરમેન વાઇસ ચેરમેન અને એમડીની ચૂંટણીને લઈ રાજકરણ ગરમાયું છે. સત્તા લાલચમાં વિકાસ પેનલના જે.ટી ચૌહાણ પરિવર્તન પેનલમાં ઘૂસ મારી હતી.

નાગરિક બેંકમાં ચેરમેન વાઇસ ચેરમેન અને એમ ડી પદ માટે સોમવારે નાગરિક બેંકમાં બેઠક યોજાઇ હતી. જેમાં વિકાસ પેનલના બે ઉમેદવારો મહાવીરભાઈ દોસી અને જે.ટી.ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આંતરિક ભેદભાવના કારણે જાહેરમાં મતદાન કરવાની ફરજ પડી હતી. નવ યુવાન પરિવર્તન પેનલના ટેકા તેમજ ઉગતા સૂરજના ટેકાથી ચેરમેન તરીકે જે.ટી. ચૌહાણનો વિજય થયો હતો. વાઇસ ચેરમેન તરીકે મનીષાબેન પંડ્યા અને એમ.ડી. તરીકે તુષારભાઈ મહેતાની વરણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...