તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કુકડીયાની સીમમાં હોમગાર્ડ યુનિટના ગ્રાઉન્ડમાં પૂરાણ કરતાં રજૂઆત કરાઇ

ઇડર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુકડીયાની સીમમાં હોમગાર્ડ યુનિટના ગ્રાઉન્ડમાં પૂરાણ કરી દીધું - Divya Bhaskar
કુકડીયાની સીમમાં હોમગાર્ડ યુનિટના ગ્રાઉન્ડમાં પૂરાણ કરી દીધું
  • હોમગાર્ડ યુનિટ કચેરીની પાછળની બારી પણ તોડી નાખી

ઇડરના કુકડીયાની સીમમાં કુકડીયા પંચાયતની જગ્યાને ઠરાવ કરી 99 વર્ષના ભાડા લીઝ કરાર કરી કુકડીયા હોમ ગાર્ડ સબ યુનિટના પરેડ ગ્રાઉન્ડ તરીકે આપ્યું હતું. મહામારીમાં હોમગાર્ડ સબ યુનિટમાં પરેડો બંધ થતાં તા. ઠ જૂને હોમ ગાર્ડ યુનિટ સેવક અને હોમગાર્ડ સભ્યો દ્વારા જાણ કરાઇ કે હોમ ગાર્ડ યુનિટ કચેરીએ વણઝારા અજયભાઇ મગનભાઈ જેસીબી અને ટ્રેક્ટર દ્વારા હોમ ગાર્ડ યુનિટના ગ્રાઉન્ડમાં ગેરકાયદે પૂરાણ કરી દીધું હતું. ઁ

આ અંગે જેસીબી અને ટ્રેક્ટર ચાલક ને પૂછતાં જણાવ્યું કે રાવળ લાલાભાઇ ચીમનભાઈ અને પુત્ર મેહુલભાઈ લાલાભાઇ ગ્રાઉન્ડ માલિકીનું છે જેથી તેને પૂરી દેવાનું છે. તેમજ આ લોકો દ્વારા હોમગાર્ડ યુનિટ કુકડીયા કચેરીની પાછળની બારી તોડી નાખી હતી. હોમગાર્ડ યુનિટના ટ્રેનિંગ માટે ડમી (D.P.B.F) રાયફલ મૂકેલી છે. વારંવાર નુકસાન કરતાં પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...