પરંપરા:મહાભારત કાળમાં પાંડવોએ અજ્ઞાતવાસમાં તેમના હથિયાર સીદડીના વૃક્ષમાં સંતાડ્યા હતા

બડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના બડોલીમાં દશેરાએ સીદડીના વૃક્ષની પૂજા - અર્ચના કરાઇ

દશેરાના દિવસે ઇડરના બડોલીમાં સીદડીના વૃક્ષની પૂજા કરાઇ હતી. મહાભારત કાળમાં પાંડવો જ્યારે અજ્ઞાતવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમણે તેમના હથિયારો સીદડીના વૃક્ષમાં છુપાવ્યા હતા. મહાભારત કાળમાં પાંડવો અજ્ઞાતવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમના હથિયાર સીદડીના વૃક્ષમાં છુપાવ્યા હતા. ત્યારે દશેરાના દિવસે તેમના હથિયાર સીદડી ના વૃક્ષ પરથી નીચે ઉતર્યા હતા.

જે હથિયારને સીદડીના વૃક્ષે અકબંધ રીતે સાચવ્યા હોઈ સીદડી માતાનું પાંડવોએ પૂજન કરી આભાર વ્યક્ત કર્યો હતો. જેને લઈને દશેરાની સાંજે સીદડીના વૃક્ષનું પૂજન કરી તેના થડનું છોડું વખોડી ઘરમાં પૂજામાં અને તિજોરીમાં રાખવાનું મહત્વ છે. તેમજ હવનમાં પણ સીદડીના વૃક્ષનું લાકડું વપરાય છે.એવું અમૂલ્ય વૃક્ષ બડોલી ગામે વર્ષોથી અડીખમ ઉભું છે.

દશેરાએ બડોલીના લોકો સીદડીના વૃક્ષનું પૂજન કરે છે. વૃક્ષની આજુબાજુ ગંદકીના ઢગ ખડકાયા છે. જેને લઈને દર્શને આવનાર લોકોની લાગણી દુભાઈ હતી.દર્શને આવનાર ગ્રામવાસીઓએ જાતે ગંદકી દૂર કરી દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...