ચકચાર:ઇડરમાં ઝૂંપડીમાં મજૂરની આંખ ફૂટેલી લાશ મળી

ઇડર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘટનાસ્થળ - Divya Bhaskar
ઘટનાસ્થળ
  • ઇડર-વલાસણા હાઇવે પર ગણેશવિલા સોસાયટી આગળ દાહોદ જિલ્લાનો યુવક મજૂરી કામ અર્થે આવ્યો હતો

ઇડર વલાસણા હાઈવે પર આવેલ ગણેશવિલા સોસાયટી આગળ ઝૂંપડીમાં રહેતાં અને દાહોદ જિલ્લામાંથી મજૂરી અર્થે ઇડર આવેલા મજૂરની ઝૂંપડીમાંથી આંખ ફૂટેલી હાલતમાં લાશ મળતાં ચકચાર મચી હતી.

ગણેશવિલા સોસાયટી આગળના ભાગે ઝૂંપડીમાં રહેતાં અને મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજારતાં નારસિંગભાઈ ભૂરસિંગભાઈ સગાડા (48) ની લાશ આંખ ફૂટેલી હાલતમાં મળતાં ચકચાર મચી જવા પામી હતી. દિનેશભાઇએ ઇડર પોલીસ સ્ટેશનમાં એડી નોંધાવી હતી. ઇડર પોલીસે લાશનો કબ્જો મેળવી લાશને પી.એમ અર્થે ઇડર સિવિલમાં ખસેડી વધુ તપાસ હાથધરી હતી.

ઝૂંપડીમાં રહેતાં યુવકનું આંખ ફૂટવાનાં કારણે મોત થયું છે કે પછી યુવકની હત્યા કરાઇ છે કે કેમ તે વિષયને ધ્યાનમાં રાખી ઈડર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...