તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ઇડરના રણાસણમાં શખ્સે વિધવાની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં ચકચાર

ઇડર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુટુંબીઓ ઠપકો કરતાં મારી નાખવાની ધમકી આપી

ઇડરના રણાસણની વિધવા રાત્રે સૂઇ રહી હતી તે દરમિયાન ગામના જ શખ્સે આબરૂ લેવાનો પ્રયાસ કરતાં મહિલાએ બૂમાબૂમ કરતાં ભાગી ગયો હતો. બનાવ અંગે શખ્સના પરિવારને ઠપકો કરવા જતાં મારી નાખવાની ધમકી આપતાં ઇડર પોલીસમાં ત્રણ સામે ફરિયાદ નોંધાઇ હતી.

સોમવારે રણાસણની વિધવા તેમની જેઠાણીના ઘરે જઇ સૂઇ ગયા હતા અને તેમનો દિકરો અને વહુ ત્યાં ટીવી જોવા રોકાયા હતા. દરમિયાન ગામના સુરેશભાઇ વાલાભાઇ ભાંભી ઘરમાં ઘૂસી જઇ વિધવાની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં વિધવાએ બૂમાબૂમ કરતાં સુરેશભાઇ ભાગી ગયો હતો. બૂમાબૂમ સાંભળી મહિલાના કુટુંબી નરસીભાઇ ચૌહાણ અને નરેન્દ્રસિંહ ચૌહાણ વગેરે દોડી આવ્યા હતા અને આ બનાવ બાબતે સુરેશભાઇના ઘેર ઠપકો કરવા જતાં સુરેશભાઇની પત્ની નિતાબેન અને તેમનો દિકરો રવિન્દ્રભાઇએ તમે ઉપરાણું લેશો તો જાનથી મારી નાખીશની ધમકી આપતાં ભોગ બનનાર મહિલાએ ત્રણેય જણાં સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...