તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઓડા ગામે મહિલા તલાટીએ વેરો ભરવાનું કહેતા શખ્સે મારી નાખવાની ધમકી આપી

ઇડર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મહિલા કર્મચારી છો રસ્તામાં જતા ગમે તે થઈ શકે તેવી શખ્સની પત્નીએ ધમકી આપી અને હુમલાનો પ્રયાસ કરતાં ચકચાર મચી

ઇડરના ઓડાના મહિલા તલાટીએ શખ્સને વેરો ભરવાનું કહેતા ગામના શખ્સે તલાટીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં મહિલા કર્મચારીએ જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. મહિલા કર્મચારી છો રસ્તામાં જતા ગમે તે થઈ શકે તેવી શખ્સની પત્નીએ ધમકી આપી અને હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો.ઓડામાં તલાટી જયાબેન જગદીશભાઈ રાઠોડ પંચાયતમાં ફરજ બજાવે છે. ત્યારે ઓડા ગામનો ગજેન્દ્રભાઈ બેચરભાઈ કામ અર્થે આવતા છેલ્લા સાત વર્ષના વેરા બાબતે વાત કરતાં ગજેન્દ્રભાઈએ ઉગ્રતાથી તલાટી કમમંત્રી સાથે અસભ્ય વર્તન કરીને બિભત્સ અપશબ્દો બોલ્યા હતા ગજેન્દ્રભાઇની પત્નીએ મહિલા તલાટી પર હુમલાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તેમજ મહિલા કર્મચારી છો રસ્તામાં ગમે તે થઈ શકે છે તેવી ધમકી આપતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટના બાદ મહિલા તલાટીએ પોલીસ, ટી.ડી.ઓ સહિત ઉચ્ચ અધિકારીને લેખીત અરજી આપી હતી. જેમાં ઇડર ઇન્ચાર્જ ટી.ડી.ઓએ ઇડર ડી.વાય.એસ.પી અને ઇડર પોલીસ ઇન્સપેક્ટરને લેખિત જાણ કરીને કાર્યવાહી કરવા જણાવ્યુ હતું. ઇડર ટીડીઓ આર બી પટેલે જણાવ્યું કે તલાટી દ્વારા અમને જાણ કરતાં ઇડર થી ત્યાં પહોંચી સમગ્ર મામલાને શાંત કર્યો હતો. તલાટીએ સુરક્ષા માટે લેખિતમાં જાણવા જોગ અરજી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો