કાર્યવાહી:માથાસુરમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં ચોરીના ઇરાદે તોડફોડ કરાઇ

ઇડરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેન્કના દરવાજાનું તાળું તોડી તિજોરીને નુકસાન પહોંચાડ્યું, કાગળો રફેદફે કર્યા, ચોરોએ સીસીટીવી કેમેરાના વાયરોને પણ તોડી નાખ્યાં

ઇડરના માથાસુરમાં ત્રણ રસ્તા પર આવેલ બરોડા ગ્રામીણ બેન્કમાં ચોરીના ઇરાદે આવેલ ચોરોએ તાળું તોડી બેન્કને નુકસાન પહોંચાડતાં ફરિયાદ નોંધાઈ હતી. માથાસુરના ત્રણ રસ્તા પર બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના બિલનભાઈ બળદેવભાઈ પટેલ બેન્કમાં ફરજ બજાવે છે. સોમવારે સાંજે 5.30 કલાકે બેન્ક બંધ કરીને ઘરે જતા રહ્યા હતા.

બીજા દિવસે સવારે 8 વાગે બેન્કમાં બિલનભાઈ આવતાં ત્યારે બેન્કની બાજુમાં આવેલ સદગુરૂ ટાઈલ્સના માલિક કનુભાઈ વીરાભાઇ પ્રજાપતિએ બિલનભાઈને જણાવ્યું કે બેન્કની જાળીનું લોક તૂટી ગયેલું છે અને બીજું તાળું તૂટેલું પડ્યું છે. ચોરોએ બેન્કમાં જોતાં તિજોરીમાં મૂકેલ કાગળો વેર વિખેર કરી નાખ્યા હતા. તેમજ તિજોરી તોડવાનો પ્રયત્નો પણ કર્યા હતા. બેન્કમાં લગાવેલ સીસીટીવી કેમેરાના વાયર પણ તોડી નાખ્યા હતા. બેન્કના દરવાજા તોડી અને બેન્કના જરૂરી કાગળોને નુકસાન પહોચાડ્યું હતું. કર્મચારી બિલનભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...