તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:લીંભોઈમાં કીડીખાઉ ખાડો ખોદી જમીનમાં ઉતર્યું

ઇડર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંભોઈમાં કીડીખાઉં ખાડો ખોદી જમીનમાં ઉતરી ગયું હતુું - Divya Bhaskar
લીંભોઈમાં કીડીખાઉં ખાડો ખોદી જમીનમાં ઉતરી ગયું હતુું
  • દુર્લભ વન્યજીવને હેમખેમ રાખવા વનવિભાગ દ્વારા તે જગ્યાએ વનકર્મી મૂકાયો

ઈડરના લીંભોઈની સીમમાં રમેશભાઈ ભીખાભાઈ પટેલ અને કેશાભાઇ પટેલના ખેતરમાં લુપ્ત થતી કીડીખાઉ જોવાં મળતાં ખેતર માલિક સહિત ખેતરમાં કામ કરતા મજૂરોમાં ભયનો માહોલ જોવા મળતાં ખેતરમાલિકે તાત્કાલિક ઇડર વન વિભાગને જાણ કરતા ઈડર વન વિભાગ ઘટના સ્થળે પહોંચી કીડીખાઉ ની તપાસ હાથધરી હતી.

ખેતર માલિકના જણાવ્યાનુસાર સવારના 7 વાગ્યાની આસપાસ કીડીખાઉ વાડમાં ખાડો કરી જમીનમાં જતું રહ્યું હતું. વન વિભાગ દ્વારા એક વન કર્મી ને તેની રખેવાળી કરવા માટે ઘટનાસ્થળે મૂકવામાં આવ્યો હતો. ઇડર વનવિભાગ અધિકારી ગોપાલભાઇએ જણાવ્યું કે જે જગ્યાએથી કીડીખાઉ જમીન ઉતરી ગયું છે. ત્યાંથી પાછું નથી આવ્યું અને તે જગ્યા પર માણસ મૂકવામાં આવ્યા છે. કીડીખાઉં બહાર નીકળતા તેને સુરક્ષિત સ્થળે મોકલી અપાશે.

અન્ય સમાચારો પણ છે...