તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કાનપુરમાં પિતરાઇએ ખોટું પેઢીનામું બનાવી વીજ કનેક્શન પોતાના નામે કરાવતાં ફરિયાદ

ઇડર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત્ત તલાટી, હાલના તલાટી, ભિલોડા વીજકંપનીના અધિકારી સહિત 4 સામે ગુનો

ઇડરના કાનપુરની સીમમાં જમીન માલિકના કાકાના પુત્ર તેમજ એક નિવૃત્ત તલાટી અને હાલના ફરજ પરના તલાટી અને ભિલોડા વીજ કંપનીના જે તે સમય ના તત્કાલીન જવાબદાર અધિકારીએ ભેગા મળીને વીજ કનેક્શનમાં નામ ફેરફાર કનેક્શન પોતાના નામે કરતાં 4 સામે ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કાનપુરના જમીન માલિક સતિષચંદ્ર મુલચંદ ભાઈ પટેલ હાલ રહે અમદાવાદ ઇડર પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ સતિષચંદ્રના પિતા મુલચંદભાઈ ની જમીન કાનપુરની સીમમાં આવેલ સર્વે નંબર 153/3અને બ્લોક નં. 389 વાળા સર્વે નંબરમાં ખેતી માટે 1981 માં માગ્યું હતું જે વીજ કનેકશન AG/16 નંબર નું વીજ કનેક્શન નામ ફેરફાર કરવા તા. 10-07-2000 માં અરજી કરી હતી.

વીજ કનેકશન પોતાના નામે કરવા ભીખાભાઇએ વર્ષ 2000 થી 2003 સુધી રૂ. 100 ના સ્ટેમ્પ કરી તલાટી કમ મંત્રી શામળભાઈ કોહ્યાભાઈ ભાભી સાથે મળી ખોટું પેઢીનામું બનાવી ત્રણ વારસદાર બતાવી ને સ્ટેમ્પ પર સંમતિ આપ્યા તરીકે સંમતિ કરારમાં નામ લખી ને સહીઓ સરપંચની હાજરીમાં થઈ છે તેવા ખોટા પૂરાવા ઊભા કરી વીજ ખાતામાં આપી કનેક્શન પોતાના નામે કરી લીધું હતું. કાનપુર તલાટી કમ મંત્રી કમલેશભાઈ પટેલ સાથે મળી ખોટા પેઢીનામામાં બે બહેનાના નામ ન બતાવી ને ખોટું પેઢીનામું બનાવી વીજ હોર્સ પાવર નો વધારો કરી દીધો હતો.

ભિલોડા વીજ ખાતાને મુલચંદભાઈના નામે વીજ કનેક્શન હોવાનું જાણ હોવા છતાં ભીખાભાઇ દ્વારા ઉભા કરાયેલા ખોટા પૂરાવા સાચા માની કનેક્શન ફરજ પર ના જવાબદાર અધિકારીએ ભીખાભાઇ ને નામે કરી દેવાની કાર્યવાહી કરતાં ગુનો નોંધાવ્યો છે. ​​​​​​​

આમની સામે ફરિયાદ
1. ભીખાભાઇ વિરસંગભાઈ પટેલ રહે. કાનપુર, 2. વર્ષ 2000માં કાનપુરના નિવૃત્ત તલાટી શામલભાઈ કોહ્યાભાઈ ભાભી, 3. વર્ષ 2003 ના તલાટી કમ મંત્રી કમલેશભાઈ પટેલ, 4. યુજીવીસીએલ ભિલોડાના વર્ષ 2000 થી 2003 ના નિયુક્ત પદાઅધિકારી

અન્ય સમાચારો પણ છે...