તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ઇડરના ભાણપુર ગામમાં બટાકા ખાલી કરવાની ના કહેતાં મહિલાનું ગળું દબાવ્યું

ઇડર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને લાકડી પણ મારતાં ચકચાર, ત્રણ વિરુદ્ધ ફરિયાદ

ઇડરના ભાણપુરમાં ઘર પાછળ આવેલ માલિકીની ખુલ્લી માર્જિનવાળી જગ્યામાં બટાકા નાખવાની ના પાડતાં અપશબ્દો બોલી મહિલાનું ગળું દબાવી મારી નાખવાની ધમકી આપતાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાઈ હતી.

ભાણપુરના રોનકબેન નરેન્દ્રભાઈ તા. 03/03/21ના રોજ સાંજે ઘેર હતા તે દરમ્યાન પાંચેક વાગ્યે કમલેશભાઈ ખેતરમાંથી કાઢેલ બટાકા લઈને આવ્યા હતા અને રોનકબેનના ઘરની પાછળ આવેલ માર્જિનની માલિકીની ખુલ્લી જગ્યામાં ખાલી કરવાની તૈયારી કરતા હતા ત્યારે રોનકબેને તેમની જગ્યાને બદલે બટાકા કોમન પ્લોટમા ખાલી કરવાનું કહેતા કમલેશભાઈ અને તેમની માતા કપિલાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કરી કપિલાબેને રોનકબેનનો હાથ પકડી રાખતા કમલેશભાઈએ ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને કપિલાબેને રોનકબેન પર બેસી જઈ ગળુ દબાવી મારી નાખવાની કોશિશ કરી હતી જેથી ગળાના ભાગે ઈજાઓ થઈ હતી.

કમલેશભાઈએ લાકડીઓ મારતાં બુમાબુમ થતા પડોશીઓ દોડી આવ્યા હતા અને બચાવ્યા બાદ સારવાર અર્થે ખસેડાયા હતા.બીજા દિવસે બડોલીના કમલેશભાઈના ફૂવા બાબુભાઇ માણાભાઈ પટેલે ભાણપુર આવી ને ખુલ્લી માર્જિનવાળી માલિકીની જગ્યામાં લાગવેલ થાંભલા તોડીવાનો પ્રયત્ન કરી અપશબ્દો બોલી ધમકીઓ આપતાં ઇડર પોલીસમાં ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...