આપઘાત:ઇડરમાં યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી

ઇડર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડરના  રેવાસના જીતેન્દ્રસિંહ ઉદેયસિંહ ડાભી ઉર્ફે મુનાભાઇ  ઇડરમાં ક્રિષ્ના ઇલેક્ટ્રિક નામની દુકાન ચલાવતા હતા. શુક્રવારે પોતાના મકાનના બીજા માળની બહારની જગ્યામાં  જીતેન્દ્રસિંહ અને તેમના પત્ની ચેતનાબા પુત્ર સાથે સૂતા હતા. સવારના 6 વાગે પત્ની ચેતનાબાએ  પતિ  જીતેન્દ્રસિંહને પથારીમાં ના જોતા મકાનમાં જઈને જોતાં જીતેન્દ્રસિંહ પંખા સાથે મફલર બાંધેલી હાલતમાં મળ્યા હતા. યુવકે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવતા ચકચાર મચી હતી. ઇડર પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...