હુમલો:ઇડરમાં રિક્ષા ચાલકનું પ્રેમલગ્નની અદાવતમાં અપહરણ કરી મારમાર્યો

ઇડર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના પુત્ર સહિતે 4 જણાંએ રિક્ષામાં અપહરણ કરતાં ચકચાર
  • રિક્ષાચાલક પર હિંમતનગર નદીમાં લઇ જઇ લાકડી-પાઇપથી હુમલો

ઇડરના ગંભીરપુરાનો રિક્ષા ચાલક ઇડર ટાવર પાસે રિક્ષામાં બેઠો હતો ત્યારે રિક્ષામાં 4 શખ્સો આવ્યા હતા અને પ્રેમલગ્નની અદાવત રાખી તેનું મોઢું દબાવી હિંમતનગર આરટીઓ ભોલેશ્વરમાં નદીમાં લઈ જઈ મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં ચારેય જણાં સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઇડરના ગંભીરપુરા વિસ્તારમાં રહેતા કાળુભાઇ ઈશ્વરભાઈ બામણીયા રિક્ષા ચલાવે છે. 4 વર્ષ અગાઉ હિંમતનગરના પૂનમબેન ભીખાભાઇ સલાટ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

તા.9 જાન્યુઆરીના સવારે 10 વાગે તેમની રિક્ષા નં. જી.જે-02-વાય.વાય-3441 માં ટાવર સામે રિક્ષા ઉભી રાખીને બેઠા હતા ત્યારે એક રિક્ષા નં. જી.જે-09-એ.એક્સ-4684માં આવેલા ત્રણ શખ્સોએ કાળુભાઇનું મોઢું દબાવીને સાથે લાવેલ અભિષેકભાઈ કલ્પેશભાઈ પરીખ (રહે. મહેતાપુરા ત્રિવેણી હાઈસ્કૂલ પાછળ હિંમતનગર) ની રિક્ષામાં અપહરણ કરી હિંમતનગર આરટીઓ ચાર રસ્તા બાજુ ભોલેશ્વર મંદિરની નીચે આવેલ નદીના બાવળની ઝાડીઓમાં લઈ ગયા હતા.

મયુરભાઈ હીરાભાઈ સલાટ (રહે.ઇડર બારેલા તળાવ, ઇડર) એ લોખંડની પાઇપ કાળુભાઇને પીઠ પાછળ મારી હતી. સાગરભાઇ રમેશભાઈ સલાટ (રહે. વિજાપુર પાંજરાપોળ, વિજાપુર) એ લાકડી મારી હતી અને રવિભાઈ બાબુભાઈ સલાટે (રહે. વિજાપુર પાંજરાપોળ) મારમારીને મારી માતા સાથે પ્રેમલગ્ન કરી ભગાડી લઈ ગયો છે તેને જાનથી મારી નાખવો છે કહી માર માર્યો હતો. કાળુભાઇએ ઇડર પોલીસ સ્ટેશનમા ચારેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...