મામલો બિચક્યો:દેત્રોલીમાં ત્રણ યુવકોએ યુવક સાથે ઝપાઝપી કરી

ઇડર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરઘોડામાં અડી જતાં મામલો બિચક્યો
  • યુવકના ગળામાંથી દોઢ તોલાનો દોરો ખોવાયો

ઇડરના દેત્રોલીમાં યોગેશભાઇ ઇશ્વરભાઇ પટેલના કુટુંબી હર્ષભાઈ દિપકભાઈ પટેલનો વરઘોડો ગામમાં ફરતો હતો. રાત્રિના11.30 વાગે લોકો વરઘોડામાં ડાન્સ કરતા હતા. આ સમય દરમિયાન યોગેશભાઈ વરઘોડામાં ડાન્સ કરી રહ્યા હતા. દેત્રોલી ગામના ઉપેન્દ્રભાઈ રમેશભાઈ પણ ડાન્સ કરતા હતા. ડાન્સ કરતાં કરતાં ઉપેન્દ્રભાઈને અડી જતાં ઉપેન્દ્રભાઈએ યોગેશભાઈની ફેંટ પકડી હતી.

ભાઈનું ઉપરાણું લઇ પટેલ પંકજ ભાઈ ભવજીભાઈ પટેલ અને ચૌધરી કશ્યપભાઈ રમણભાઈ બંને આવી જઇ યોગેશભાઈ સાથે ઝપાઝપી કરી હતી ગામ લોકોએ ઝપાઝપી કરતાં ચારેયને શાંત કર્યા હતા. ઝપાઝપી સમય દરમિયાન યોગેશભાઈના ગળામાંથી દોઢ તોલાની સોનાનો દોરો તૂટી ખોવાઈ ગયો હતો. આ અંગે યોગેશભાઈએ ઇડર પોલીસે સ્ટેશનમાં ત્રણેય સામે જાણવાજોગ અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...