ચીમકી:ચૂંટણીમાં સ્થાનિક SC ઉમેદવારને ટિકિટ નહીં અપાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી

ઇડર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇડર- વડાલી તાલુકા વણકર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓનો હુંકાર

ઇડર-વડાલી તાલુકા વણકર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ ઇડરમાં યોજાયો હતો. ગત વર્ષે કોરોનામાં મૃત્યુ પામેલા સમાજના ભાઈ-બહેનોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ડોક્ટર, નર્સ સહિતસમાજના યુવાનોનું સન્માન કરાયુ હતું.

ડો.સંતોષભાઈ વણકર સમાજના આગેવાને જણાવ્યું કે વિધાનસભા અને પંચાયતની ચૂંટણીમાં વણકર સમાજના ઉમેદવારને ઇડર-વડાલી સીટ પર સ્થાનિક એસ.સી ઉમેદવારને ટિકિટ નહીં અપાય તો ચૂંટણીનો બહિષ્કાર તેમજ ચૂંટણી સમયે લડી લેવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...