ત્રાસ:ઇડરની પરિણિતા પાસે રૂ 5 લાખ દહેજ માગી ત્રાસ આપી કાઢી મૂકી

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના દોઢ વર્ષ બાદ ત્રાસ આપવાનું શરૂ કર્યુંં
  • પરિણીતાએ પતિ સહિત 6 સામે ફરિયાદ નોંધાવી

ઇડરના નાયકનગરની પરિણિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી 5 લાખ દહેજની માંગણી કરતાં પરિણીતાએ સાસરી પક્ષના 6 સામે ફરિયાદ નોંધાવી હતી. ઇડરના મોટાકોટડા ગામની આશાબેનના લગ્ન ઇડરના નાયકનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ મગનભાઈ પરમાર સાથે થયા હતા. લગ્નના દોઢ વર્ષ બાદ આશાબેનના સાસુ મંજુલાબેન નણંદ રશ્મિકાબેન, હેતલબેન, રિંકલબેન તેમજ મોટાસાસુ કેશીબેન અરવિંદભાઈ પરમાર વગેરે અવાર નવાર ઘર કામની બાબતે ઝઘડો કરી ભરતભાઈને ચઢામણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરાવતા હતા.

સામાજિક રીતે સમાધાન કરી ને લગ્ન જીવન ના બગડે તે માટે પોતાના પિયર મોટાકોટડાથી પાછા આવ્યા હતા. આશાની નણંદો, મોટાસાસુ અને સાસુ આશાના વિરુદ્ધ પતિ ભરતભાઈને ચઢામણી કરીને ભેગા થઈ શારીરિક અને માનસિક ત્રાસ આપી 5 લાખ દહેજની માંગણી કરતાં જાદર પોલીસ સ્ટેશનમાં આશાબેને સાસરી પક્ષના 6 સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...