તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ઇડરના લાલપુરના શખ્સને કસ્ટમર કેરમાંથી બોલું કહી 79999માં છેતર્યો

ઇડર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલઆઈસી પોલિસીનું પ્રિમિયમ ભરવા જતાં ખોટો પોલિસી નંબર નાખતાં બાદમાં કેરમાંથી ફોન આવતાં બેંક વિગતો લઇ છેતરી લીધો

ઇડરના લાલપુરનો શખ્સ એલઆઈસી પોલિસીનું પ્રીમિયમ ભરવા જતાં ગામના બીજા શખ્સે પોલિસી નંબર ખોટો નાખતાં એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જતાં કસ્ટમર કેર કોન્ટેક્ટ કરતાં થોડી વાર પછી બીજા નંબર થી ફોન આવતા કસ્ટમર કેરમાંથી બોલું છું કહી ખાતામાંથી 79999 ઉપાડી લેતાં ઠગાઇની ફરિયાદ નોંધી છે.

લાલપુરના પંકજભાઈ વિનોદચંદ્ર પટેલ સુરતમાં ડાયમંડ દલાલી કરે છે. પોતાના વતન લાલપુરમાં આવ્યા હતા ત્યારે એલઆઈસીની પોલિસીનું પ્રિમિયમ રૂ. 4181 ભરવાનું હતું. તા. 9 મે ના રોજ લાલપુરના ભગવાનભાઈ લાલપુરમાં મળતાં તેમને પ્રીમિયમ ભરવાની વાત કરતાં ભગવાનભાઈએ પંકજભાઈના મોબાઈલથી ફોન પે થી પ્રીમિયમ ભરવા પંકજભાઈની પોલિસીની જગ્યાએ બીજી પોલિસી નો નંબર નાખતાં પંકજભાઈના ખાતામાંથી 4245 ડેબિટ થઈ ગયા હતા.

પંકજભાઈએ એસબીઆઈ બેન્ક કસ્ટમર કેરનો 18002084559 ફોન કરતાં ફોન રિસીવ ન થયો હતો. થોડીવાર પછી 9339256987 પર ફોન આવ્યો અને કહ્યું કે કસ્ટમર કેરમાંથી બોલું છું કહી તમારે સ્ટોપ પેમેન્ટ કરવાનું છે તમારો પ્રોબ્લેમ કહો જેથી પંકજભાઈએ એકાઉન્ટની વિગત આપતાં પ્રથમ 40000 અને બીજી વાર 39999 મળી કુલ 79999/ ઉપાડી લેતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...