તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઇડરમાં મકાનમાં આગ લાગતાં ઘરવખરી, રોકડ, બે વીંટી અને સોનાનો દોરો પણ ખાખ

ઇડર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
શોર્ટસર્કિટથી આગ લાગતાં ઘરનો સામાન બળી ખાખ થઇ જવા પામ્યો હતો. - Divya Bhaskar
શોર્ટસર્કિટથી આગ લાગતાં ઘરનો સામાન બળી ખાખ થઇ જવા પામ્યો હતો.
  • વહેલી સવારે શોર્ટસર્કિટથી આગ લાગતાં અફરાતફરી, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

ઇડરના સગરવાડા વિસ્તારમાં મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાં ઘરનો સામાન તથા રોકડ રકમ બે વીંટી અને સોનાનો દોરો ખાખ થઇ ગયો હતો. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સગરવાડા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ સગરના મકાનમાં વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાં ઘરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘરનો સામાન, તિજોરીમાં રહેલ રોકડ રકમ કપડામાં રહેલ રોકડ, બે વીંટી અને સોનાનો દોરો બળીને ખાખ થઇ ગયો હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...