ઈડરના વસાઈની સીમમાં ચંદનચોરોનો કહેર યથાવત રહેતાં એક જ માલિકના ખેતરમાંથી ત્રીજી વાર ખેતરના શેઢા પર 30 વર્ષ જૂના આશરે 20 ફૂટના ચંદનના લીલા બે સુગંધીદાર ઝાડની ચોરી કરી જતાં ફફડાટ ફેલાયો હતો. અગાઉ 2 ઓગસ્ટને સોમવારની રાત્રે આશિષભાઇ દેસાઈના ખેતરની સીમમાંથી 3 ચંદનના ઝાડ કાપી ચોરી થઇ હતી.
બાજુમાં આવેલ ખેતર માલિક મુકેશભાઈ ભીખાભાઇ દેસાઈના ખેતરમાંથી એક ચંદનનું ઝાડ કાપ્યું હતું. ફરી વાર આશિષભાઇના ખેતરમાં કાપેલા ત્રણ ઝાડની બાજુમાં ઉભેલા બે ચંદનના ઝાડ રાતે ચોરો કાપી લઈ ગયા હતા. ચંદન ચોરો ક્યારે આવીને ચંદન કાપી જાય છે તે ઇડર પોલીસ, હિંમતનગર એલસીબી, વનવિભાગ અને એસઆરપી માટે તપાસનો વિષય બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.