તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પંચાયત નજીક ફટાકડા ફોડતાં સીસીટીવી સેટઅપ બોક્ષ તૂટ્યું, ઇડરના દરામલીમાં દિવાળીનો બનાવ

ઇડર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇડરના દરામલીમાં પંચાયતમાં લગાડેલ સીસીટીવીના સેટ અપ બોક્ષ પાસે અજાણ્યા શખ્સે ફટાકડા ફોડતાં સેટ અપ બોક્ષને નુકસાન થતાં દરામલી સરપંચે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરામલીમાં દિવાળીના તહેવારમાં દરામલી પંચાયત બંધ હતી.

દરમાલી ગામના હાઇવે પર લગાડેલ સીસીટીવી કેમેરાના સેટ અપ બોક્ષ પાસે કોઈ શખ્સે ફટાકડા ફોડતાં સીસીટીવીના સેટ અપ બોક્ષનું ડીવીઆર અને વાઈફાઈ બોક્સ તૂટી ગયું હતું. સરપંચ દ્વારા 19-11-2020ના રોજ દરામલી હાઇવે પર આવેલ હોટલમાં લગાડેલ સીસીટીવીમાં જોતાં કોઈ શખ્સે સેટ અપ બોક્ષ પાસે ફટાકડો સળગાવી મૂકી જતા સેટ અપબોક્સ તૂટી ગયાનું દેખાયું હતું. આ અંગે દરામલી સરપંચ દ્વારા જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...