અંતિમ વિદાય:ઇડરના સિયાસણનો BSF જવાન શહીદ થતાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

ઇડર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇડરના સિયાસણના જીતેન્દ્રભાઇ મેણાત 9 વર્ષથી બીએસએફમાં 152 બટાલિયનમાં ફરજ બજાવતા હતા. તેઓ વર્ષ 2012માં બીએસએફમાં જોડાયા હતા અને હજારીબાગ ઝારખંડ ખાતે ટ્રેનીંગ પૂરી કરી વેસ્ટ બંગાળ, જમ્મુ કાશ્મીર અને હાલ વેસ્ટ બંગાળમાંફરજ બજાવતા હતા. પરિવારમાં માતા-પિતા પત્ની અને ત્રણ દીકરીઓ છે.

તા.17 નવેમ્બરે બીએસએફ હેડક્વાર્ટરથી જીતેન્દ્રભાઇ શહીદ થવાના સમાચાર પરિવારને મળ્યા હતા. શુક્રવારે મોડી સાંજે બીએસએફ કાફલો તેમના પાર્થિવ શરીરને લઇ તેમના માદરે વતન સિયાસણ આવી પહોંચતાં દર્શનાર્થે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

શનિવારે સવારે શહીદ જીતેન્દ્રભાઇની અંતિમ યાત્રામાં ઇડર અને ભિલોડાના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહીદ જવાન જીતેન્દ્રભાઇને બીએસએફના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી હતી. ધારાસભ્ય હિતુ કનોડિયા અને ભિલોડાના ધારાસભ્યે પણ શહીદ જીતેન્દ્રભાઈના અંતિમ દર્શન કરીને અંતિમ સલામી આપી પરિવારને સાંત્વના પાઠવી હતી. }પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...