અપહરણ:ઇડરમાં ભીખ માગવા આવેલા ફકીરે ટ્યૂશનમાં નાનીબહેનને મૂકવા ગયેલા ભાઇનું અપહરણ કર્યું

ઇડર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભીખારી - Divya Bhaskar
ભીખારી
  • ખેરાલુનો ભિખારી બાળકને કંઇક બતાવું કહી ઇડર-વલાસણા રોડ ઉપર સુરપુરા પાટિયે લઇ ગયો હતો, સોશિયલ મીડિયાના માધ્યમથી ભીખારી પકડાયો , અપહરણની ફરિયાદ નોંધાઇ

ઈડરમાં સોનીસમાજવાડીની સામે આવેલ સોસાયટીમાં રહેતા શખ્સના બે બાળકો પૈકી એક બાળક સોમવાર સાંજે 4 વાગે ટ્યૂશને ગયો હતો. પરંતુ મોડી સાંજ સુધી પરત ન આવતાં તેના પિતાને આ અંગેની જાણ થતાં તપાસ કરતાં કંઇ ભાળ ન મળતાં ઇડર પોલીસમાં બાળકના અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી અને સોશિયલ મીડિયા પર પણ બાળકની વિગત મોકલતાં જાણવા મળ્યું કે ખેરાલુનો શખ્સ જે ઇડરમાં ભીખ માગવા આવ્યો હતો તે બાળકનું અપહરણ કરી ગયો છે.

દરમિયાન ઇડર-વલાસણા રોડ ઉપર આવેલ સુરપુર પાટિયા નજીક લઈ ગયો હોવાની જાણ થતાં બાળકના પિતા ત્યાં પહોંચી જઇ અપહરણ કરનાર ભીખારી સામે ફરિયાદ નોંધાવી હતી. ઈડરમાં સોનીસમાજવાડીની સામે આવેલ અંબિકાનગરમાં રહેતા દિનેશભાઈ પ્રહલાદભાઈ હનુમાન પ્રસાદ (મૂળ વતની બારેઠગવાસ તા. બાનસુર જિ. અલવર) રાજસ્થાન કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દિનેશભાઈના બે બાળકો નિરજ અને રુચિકા ઇડરની કે.એમ.પટેલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

સોમવારે સાંજે 4 વાગે રુચિકાને આનંદનગરમાં આવેલ ટ્યૂશન ક્લાસિસમાં નીરજ મૂકવા ગયો હતો અને સાંજના 5 સુધી રુચિકાને મૂકીને પાછો ન ફરતાં સાંજે કડિયાકામથી પાછા આવેલા પિતા દિનેશભાઇએ આજુબાજુના વિસ્તારમાં અને સોશિયલ મીડિયા મારફતે તપાસ કરી હતી. પણ કોઈ ભાળ ન મળતાં ઇડર પોલીસ સ્ટેશનમાં અજાણ્યો શખ્સ અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી.

4 કલાક બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી બાળક સાથે ખેરાલુનો ફરીદ બેલીમ નામનો શખ્સ જે ઇડર ભીખ માંગવા માટે આવ્યો હતો ત્યારે નિરજ ને કંઈક બતાવું તેમ કહીને ઇડર-વલાસણા રોડ ઉપર આવેલ સુરપુર પાટિયા નજીક લઈ ગયો હતો. બીજી બાજુ બાળકની શોધ ખોળ ચાલુ હતી. તે સમયે વલાસણા હાઇવે પર સુરપુર પાટિયા ઉપર એક ફકીર પાસે બાળક છે તેવી માહિતી મળતાં પિતા દિનેશભાઇ પહોંચી ગયા હતા અને પોલીસ ને જાણ કરી ફકીર ફરીદ બેલીમ નામના શખ્સને ઇડર પોલીસ સ્ટેશન લાવી અપહરણનો ગુનો નોંધાવતાં ઇડર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...