કાર્યવાહી:ઇડર પોલીસની ચાર જગ્યાએ દારૂની રેડમાં 3 ઝબ્બે, 1 ફરાર

ઇડર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના વણઝારાવાસમાંથી બુટલેગર છૂ, ઢીંચણીયામાં,મુડેટી પાટિયે, માથાસુરમાં અને ડાભી ગામ પાસેથી દેશી દારૂ પકડ્યો

ઇડર પોલીસે બાતમી આધારે 4 જગ્યાએ તાલુકામાં રેડ કરી જેમાં વણઝારાવાસમાંથી બુટલેગર ફરાર થઇ ગયો હતો. જ્યારે ઢીંચણીયામાં,મુડેટી પાટિયે, માથાસુરમાં અને ડાભી પાસેથી દેશી દારૂ પકડી 4 સામે ફરિયાદ નોંધી કુલ 2780નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઇડર પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇડર પોલીસે બાતમી આધારે ઇડરમાં વણઝારાવાસમાં ઝાડ નીચે શ્રવણ મૂળાજી વણઝારા વિદેશી દારૂ વેચતાં ઇડર પોલીસના હિરેનસિંહ, મેહુલભાઈ અને વિમલભાઈએ રેડ કરતાં ભાગી ગયો હતો. પાણીના જગમાં ચેક કરતાં 14 બિયરના ટીન કિં. 1680 કબજે લીધા હતા.

ઇડરના ઢીંચણીયામાં દેશી દારૂ વેચાતો હોવાની બાતકી આધારે પોલીસના પિયુષભાઇ, મહેશભાઈ, ભૃપેન્દ્રસિંહ વગેરે અલગ અલગ વિસ્તારમાં રેડ કરતાં ઢીચણીયાનો અમૃતભાઈ પુંજાભાઈ નિનામા 2 પ્લાસ્ટીકની ટાંકીમાં 400 લિટર વોશ દારૂ ગાળવા માટે જતાં પોલીસે પકડી પાડ્યો હતો. જ્યારે મુડેટી પાટિયે દિલીપભાઈ માણેકલાલ ઓડ પાસે 10 લિટર દેશી દારૂ અને માથાસુર રાહુલસિંહ વિષ્ણુસિંહ ડાભી પાસે 5 લિટર એમ કુલ ઇડર પોલીસે 2780નો વિદેશી અને દેશી દારૂ ઝડપી પાડી ચાર સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...