કોર્ટનો નિર્ણય:ઇડર કોર્ટે બે શખ્સોને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષ કેદની સજા કરી

ઇડર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંભીરપુરાના શખ્સને 2.30 લાખ ભરવા પણ હુકમ કર્યો

ઇડર શ્રીનગર વિસ્તારમાં ગજાનંદ ફાયનાન્સના જયંતિભાઈ પન્નાલાલ શાહ પાસેથી ઇડર ગંભીરપુરા વિસ્તારમાં રહેતા મેમણ ઇમરાનભાઈ અબ્દુરજાકે રૂ. 2 લાખ વ્યાજે લીધા હતા. અબ્દુરજાકે તા.15-02-2018ના રોજ ચેક આપ્યો હતો.

જે ચેક બેંકમાં જમા કરાવતાં અપૂરતા ભંડોળને કારણે ફંડસ ઇનસફીશીયન્ટના શેરા સાથે પરત ફરતાં જયંતિભાઇએ ઇડર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતાં જયંતિભાઇના વકીલ ભાલચન્દ્ર ગઢવીની દલીલોને ગ્રાહ્ય રાખી ઇડરના એડીશનલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સલીમ અલ્તાફ નેમતુલ્લાખાન ઘાસુરાએ આરોપી મેમણ ઇમરાનભાઈ અબ્દુરજાકને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ. 2,30,000 દંડ ફટકાર્યો હતો. દંડ ભરવામાં કસુર કરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો હતો.

પંચમહાલ જિલ્લાના શખ્સને 5.30 લાખ ભરવા હુકમ કર્યો
પંચમહાલના ખાનપુરના નવા કાનેસરના કમલેશભાઈ વણઝારાએ ઇડરના ખોડમમાં રહેતા અશ્વિનસિંહ બલવંતસિંહ રાઠોડે પાસેથી જેસીબી નં. જી.જે-09-ઈ-8769 ફાઇનાન્સની લોન સાથે આપ્યું હતું અને જેસીબી ના રૂ. 4.18 લાખ આપવા નક્કી કર્યા હતા. લોનની રૂ.5 લાખ રકમ માટે કમલેશભાઈએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા લુણાવાડા શાખાનો ચેક આપ્યો હતો જે ચેક તા. 13-6-2015નો ચેક રિટર્ન આવતાં ઇડર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતાં એડિશનલ ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ સલીમઅલ્તાફ નેમતુલ્લાખાન ઘાસુરાએ વકીલ બી.એન.ગઢવીની દલીલોને ગ્રાહ્ય રાખી કમલેશભાઈ શંકરજી વણઝારાને રૂ. 5.30 લાખ ચુકવવા અશ્વિનસિંહ રાઠોડને ચુકવવાના તેમજ 1 વર્ષ કેદની સજા અને રકમ ચુકવવામાં કસૂર કરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...