તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇડર નાગરિક બેંકની ચૂંટણી:ઇડર નાગરિક બેંકની 13 ડિરેક્ટરોની ચૂંટણી માટે 43 ટકા મતદાન નોંધાયું

ઇડર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 ડિરેક્ટરો માટે 32 ઉમેદવારો વચ્ચે જંગ, 16364 સભાસદોમાંથી 7034નું મતદાન

ઇડર નાગરિક બેન્કના 13 ડિરેક્ટરોની ચૂંટણી માટે 32 ઉમેદવારો વચ્ચે શનિવારે વહેલી સવારે 7:00 વાગ્યાથી ઇડરની સરપ્રતાપ હાઇસ્કૂલ અને સી.કે ગર્લ્સ સ્કૂલમાં મતદાન શરૂ કરાયુ હતું. જેમાં 16364 સભાસદોમાંથી 7034 સભાસદોએ મતદાન કરતાં કુલ 43 ટકા મતદાન થયું હતું.

બેંક ચૂંટણી અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ સી.કે ગર્લ્સ સ્કૂલમાં 9 બુથ અને સર પ્રતાપ હાઈસ્કૂલમાં 14 બુથ મૂકાયા હતા. વહેલી સવારથી ઉમેદવારો, સભાસદો અને સમર્થકોના ટોળા જામ્યા હતા. સાંજે 6 વાગે મતદાન પૂર્ણ કર્યા બાદ ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ 13 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ કરાયા હતા. રાત્રે 8 વાગે મત ગણતરી શરૂ કરાઇ હતી.

સભાસદોએ કેટલા વાગે કેટલું મતદાન કર્યું

7 થી 8 વાગે સમયે મતદાન237
8 થી 9 વાગે સમયે મતદાન658
9 થી 10 વાગે સમયે મતદાન1326
10 થી 11વાગે સમયે મતદાન1995
11 થી 12વાગે સમયે મતદાન2779
12 થી 1 વાગે સમયે મતદાન3493
1 થી 2 વાગે સમયે મતદાન4185
2 થી 3 વાગે સમયે મતદાન4864
3 થી 4 વાગે સમયે મતદાન5592
4 થી 5 વાગે સમયે મતદાન6411
5 થી 6 વાગે સમયે મતદાન7034

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...